લગ્ન બાદ દુલ્હા દુલ્હનના જીવની એ પહેલી રાત ખૂબ મહત્વની હોય છે પરંતુ બ્રાઝિલના ન્યૂ મેરિડ કપલ સાથે જે થયું તે આધાતજનક ચોક્કસ છે. વેબસાઇટ ધ સનના રિપોર્ટ મુજબ લગ્ન બાદ બંને ખુશ હતા. જો કે વિવાહિત જીવન શરૂ થતાં પહેલા જ તેની દુનિયા ઉજડી ગઇ. પત્નીના મોતથી પતિને આઘાત લાગ્યો. 


બ્રાઝિલના ઇબિરાઇટ શહેરનો આ કિસ્સો છે. અહીં 19 વર્ષની યુવતીના લગ્ન 29 વર્ષના યુવક સાથે ધુમધામથી થયા હતા. લગ્ન બાદ ન્યુ મેરિડ કપલ ખૂબ જ ખુશ હતુ. જો કે આ ખુશી વધુ સમય ન ટકી શકી. લગ્ન બાદ સુહાગરાતે સેક્સ દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડી ગઇ. તે જમીન પર પડી ગઇ. આ જોઇને  પતિ પણ પરેશાન થઇ ગયો.પતિએ પાડોશીઓને મદદ માટે ફોન કર્યો. 


ત્યારબાદ હોસ્પિટલ લઇ જવા માટે ટેકસી બોલાવી પરંતુ ટેક્સી ડ્રાઇવરે રાત્રે હોસ્પિટલ જવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ બીજી ટેક્સીનો સંપર્ક કર્યો પરંતુ તેને પણ ઇન્કાર કરી દીધો. ત્યારબાદ ઇમરજન્સી સેવામાં કોલ કર્યો. ઇમરજન્સી સેવાની ટીમ જ્યારે ઘરે પહોંચી તો તેમણે જોયું કે યુવતીની શ્વાસ ચાલી રહી છે. ટીમે જણાવ્યું કે, યુવતીને હાર્ટ અટેક આવ્યો છે. ઇમરજન્સી ટીમે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવા કવાયત હાથ ધરી. યુવતીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી પરંતુ હોસ્પિટ પહોંચતા પહેલા જ તેને મોત આંબી ગયું. યુવતીનું રસ્તામાં જ મૃત્યુ થઇ ગયું. પતિએ આરોપ લગાવ્યો છે કે, એમ્બ્યુલન્સ આવતા એક કલાકનો સમય થયો તેથી પત્નીનું મોત થઇ ગયું. જો કે ઇમરજન્સી સેવાએ સ્પષ્ટતા કરતા જકહ્યું કે એક એમ્બ્યુલન્સ કેન્સલ થતાં બીજી માત્ર 21 મિનિટની અંદર જ પહોંચી ગઇ હતી. 


મોત બાદ યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેનાથી જાણવા મળ્યું કે, યુવતીને બ્રોકાઇટિસની બીમારી હતી. પોલીસે કહ્યું કે, દુલ્હનના શરીર પર કોઇ હિંસાના નિશાન  ન હતાં પોલીસ તેના મોતને આકસ્મિક માની રહી છે. તો બીજી તરફ પાડોસીઓએ પણ પોલીસને જણાવ્યું કે, ઘટના પહેલા કોઇ ચીસો  કે અન્ય પ્રકારનો કોઇ અવાજ ન હતો આવ્યો. તો બીજીતરફ પતિ આ ધટનાથી સ્તબ્ધ છે. તેને વિશ્વાસ નથી આવતો કે આ રીતે તેની પત્ની છોડીને જતી રહી.