શું તમને કોઈના લગ્નમાં આમંત્રણ મળ્યું હોય અને રિસેપ્શનમાં ન ગયા હોય તો તમારે કોઈ રૂપિયા ચૂકવવા પડ્યા છે. જો નહીં તો આ સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થશે. લગ્ન માટે આમંત્રણ મળેલ એક મહેમાનને ત્યારે આઘાત લાગ્યો જ્યારે તેને ક્યા તરફથી ‘નો શો ઈનવોઈસ’ મળ્યું કારણ કે તેઓ લગ્નના સ્વાગત ડીનરમાં ગયા ન હતા. જે ઈનવોઈસની તસવીર વાયરલ થઈ રહી છે તેમાં 240 ડોલરનું બિલ (અંદાજે 17700 રૂપિયા) દર્શાવવામાં આવ્યું છે. જે બે વ્યક્તિની સીટ રિસ્પેશનમાં ખાલી રહી તેના માટેનું છે.


વાયરલ થઈ રહેલ બિલનું શીર્ષક "નો કોલ, નો શો ગેસ્ટ" છે. આગળ તેમાં લખ્યું છે, "વેડિંગ રિસેપ્શન ડિનર (નો શો) જ્યારે એકમની કિંમત '120' તરીકે સેટ કરવામાં આવી છે અને 2 યૂનિટ છે.


ઇનવોઇસના નોટ્સમાં લખ્યું છે કે, "આ ઇન્વોઇસ તમને મોકલવામાં આવી રહ્યું છે કારણ કે તમે અંતિમ હેડકાઉન્ટ દરમિયાન લગ્નના રિસેપ્શનમાં બેઠકોની પુષ્ટિ કરી હતી. ઉપરની રકમ તમારી વ્યક્તિગત બેઠકોની કિંમત છે. કારણ કે તમે ફોન કર્યો ન હતો અથવા અમને યોગ્ય સૂચના આપી ન હતી કે તમે હાજર નથી રહેવાના. આ રકમ એ છે કે તમારી સીટ (જગ્યાઓ) માટે અગાઉથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું જે તમારા પર અમારા બાકી છે. "


આગળ તેમાં લખ્યું છે, "તમે ઝેલે અથવા પેપાલ દ્વારા ચૂકવણી કરી શકો છો. કૃપા કરીને અમારો સંપર્ક કરો અને અમને જણાવો કે તમારા માટે ચુકવણીની કઈ પદ્ધતિ યોગ્ય રહેશે. આભાર!"


18 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા ઇન્વોઇસનો નંબર '0000001' છે. એવું લાગે છે કે અન્ય મહેમાનો લગ્નમાં આવ્યા હતા.


ટ્વિટર પર ઇન્વોઇસની તસવીર વાઇરલ થઇ છે, જેમાં ઘણા નેટિઝન્સ દુલ્હનની ટીકા કરે છે અને તેને ક્ષુલ્લક ગણાવે છે.


એક યૂઝર્સે કહ્યું, "લગ્નનું આમંત્રણ સ્વીકારવું એ એકબીજા સાથે કાયદાકીય કરાર હોતો નથી. એક સામાજિક કરાર ચોક્કસ છે પણ આ એક જટિલ છે. તે એક પાર્ટી છે (રોગચાળા દરમિયાન). આવું તો થાયે રાખે. " બીજા યૂઝર્સે લખ્યું, "સુપર પેટી."


જો કે, કેટલાક એવા હતા જેમણે કન્યાનો સાથ આપ્યો હતો.