Amritsar : પંજાબના અમૃતસરમાં આવેલા ખાસા BSF સેન્ટરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ખાસા BSF સેન્ટરમાં આજે BSFના એક જવાને ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ત્રણ કોન્સ્ટેબલ સહિત પાંચ BSF જવાન શહીદ થયા હતા. જ્યારે ફાયરિંગ કરનાર સૈનિકે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.


ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. ફાયરિંગમાં બે જવાન પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. હાલ BSFના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.  ઘટનાના કારણ વિશેની માહિતી બહાર આવી નથી.






કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ
BSF એ એક નિવેદનમાં કહ્યું કે  આજે અમૃતસરના હેડક્વાર્ટર 144 BN  ખાસામાં સીટી સત્તેપ્પા એસકે દ્વારા ગોળીબારના કારણે 5 સૈનિકો ઘાયલ થયા છે. સીટી સટ્ટપ્પા એસકે પણ ઘાયલ થયા હતા. 6 ઘાયલોમાંથી સીટી સટ્ટપ્પા સહિત 5 જવાનોએ જીવ ગુમાવ્યો છે, એકની હાલત ગંભીર છે. આ ઘટનામાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.


આ ઘટના ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મોરચા પર અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગથી લગભગ 20 કિમી દૂર ખાસા વિસ્તારમાં ફોર્સ મેસમાં બની હતી. ગોળીબાર કરનાર સૈનિક સહિત શહીદ થયેલા પાંચ જવાનોમાં સામેલ છે. બોર્ડર ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પઠાણકોટમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન
પઠાણકોટમાં ભારત-પાક બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનની મૂવમેન્ટ જોવા મળી હતી. આ હિલચાલ બમિયાલ સરહદની ડિંડા ચોકી પર બપોરે લગભગ 1 વાગ્યે જોવા મળી હતી. BSFના જવાનોએ તરત જ ડ્રોન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેના પર BSF જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી ડ્રોન પાકિસ્તાનની સરહદ તરફ ગયું. હાલ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પંજાબ પોલીસ અને BSFનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીમા સુરક્ષા દળના જવાનોએ આ ઘટના અંગે COને જાણ કરી હતી. માહિતી મળતા જ અનુપગઢ પોલીસના ASI  જયપ્રકાશ પણ બિંજોર ચોકી પર પહોંચી ગયા હતા.