મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો માટે ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલ ડિસેમ્બર 2021ના આંકડા સારા ન હતા. TRAI દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર ડિસેમ્બર 2021માં 12.9 મિલિયન (1.29 કરોડ) ગ્રાહકોએ દેશની સૌથી મોટી કંપની Jio છોડી દીધી છે. બીજી તરફ, BSNL એ 1.1 મિલિયન (11 લાખ) અને ભારતી એરટેલે 0.47 મિલિયન (4.70 લાખ) ઉમેર્યા છે. તે જ સમયે, 16 લાખ વપરાશકર્તાઓ Vodafone Idea (Vi) થી અલગ થઈ ગયા.


બીએસએનએલને ફાયદો થયો


બજારહિસ્સાની દ્રષ્ટિએ, રિલાયન્સ જિયો (Reliance Jio)પાસે અનુક્રમે 36%, ભારતી એરટેલ *Bharti Airtel) 30.81%, વોડાફોન આઈડિયા (Vodafone Idea) 23%, BSNL અને MTNL અનુક્રમે 9.90% અને 0.28% છે. BSNL એ મહિના દરમિયાન અસરકારક રીતે સૌથી વધુ સંખ્યામાં ગ્રાહકો ઉમેર્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે ટેલિકોમ કંપની 4G નેટવર્ક લોન્ચ કરશે તો વધુ લોકો તેની તરફ જઈ શકે છે. BSNL પાસે હાલમાં સમગ્ર દેશમાં 4G નથી. જોકે, કંપનીને સસ્તા ટેરિફનો લાભ મળ્યો છે. ડિસેમ્બરમાં, Jio, Airtel અને Vodafone Ideaએ નવા ડેટા પ્લાન લાગુ કર્યા છે. નવા ડેટા પ્લાનમાં ધરખમ ભાવ વધારો કરવાની અસર પણ જિઓ પર જોવા મળી છે. કહેવાય છે કે વધરા ટેરીફ રેટને કારણે લોકોએ બીજા સામનો વપરાશ ઘટાડી દીધો છે અથવા બંધ કર્યો છે એટલે કે હવે લોકો એક જ સીમનો ઉપયોગ કરી રહ્યા છે.


85.4 લાખ યુઝર્સે નંબર પોર્ટ કર્યો છે


ડિસેમ્બર દરમિયાન 8.54 મિલિયન (85.4 લાખ) મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 4.91 મિલિયન અરજીઓ ઝોન-1માંથી અને બાકીની 3.63 મિલિયન અરજીઓ ઝોન-2માંથી આવી હતી. મહારાષ્ટ્રમાં MNP ઝોન-1માં સૌથી વધુ વિનંતીઓ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં MNP ઝોન-2માં સૌથી વધુ MNP વિનંતીઓ છે.