1 નવેમ્બર 2026થી દેશમાં સામાન્ય લોકોના ખિસ્સા, બેંકિંગ વ્યવસ્થા અને રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક મહત્ત્વના નિયમોમાં મોટા ફેરફારો થવાના છે. બેંકિંગ, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થવાના છે.

Continues below advertisement

1 નવેમ્બરથી દિલ્હીની સરહદમાં માત્ર BS-6 (Bharat Stage VI) ધોરણ ધરાવતાં વાહનોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાંથી આવતાં જૂની ટેક્નોલોજી ધરાવતાં ડીઝલ વાહનો, બસો અને ટેક્સીઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ રહેશે. ઇલેક્ટ્રિક વાહનો (EVs), CNG અને LNGથી ચાલતાં વાહનોને આ પ્રતિબંધમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત માન્ય PUC સર્ટિફિકેટ વગર પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે.

Continues below advertisement

બેંક ખાતાં અને લોકરના નિયમોમાં મોટો ફેરફાર 

1 નવેમ્બરથી લાગુ થનારા બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ હેઠળ ગ્રાહકોને પોતાનાં બેંક ખાતાં અને લોકરની સુરક્ષા સંબંધિત બાબતોમાં મોટી સુવિધા મળવાની છે. હવે ખાતાધારકો પોતાનાં સિંગલ અથવા જોઈન્ટ બેંક ખાતાં અને બેંક લોકર માટે વધુમાં વધુ 4 નોમિની ઉમેરી શકશે. ખાતાધારક પોતે નક્કી કરી શકશે કે કુલ જમા રકમમાંથી કયા નોમિનીને કેટલા ટકા હિસ્સો મળશે.

આધાર કાર્ડ અપડેટ કરાવવામાં મોટી રાહત 

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવતા પરિવારોને મોટી રાહત આપી છે. બાળકો માટેના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટમાં 5થી 7 વર્ષ અને 15થી 17 વર્ષની વયનાં બાળકો માટે લેવામાં આવતી ₹125ની ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ છૂટ 1 વર્ષ માટે લાગુ રહેશે. આ ઉપરાંત, આધાર કાર્ડમાં સરનામું અને નામ જેવી વિગતોમાં ઓનલાઇન ડેમોગ્રાફિક સુધારા કરવાની પ્રક્રિયા પણ પહેલાં કરતાં સરળ બનાવવામાં આવી છે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર 

ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ક્રેડિટ કાર્ડધારકોને 1 નવેમ્બરથી તેમના અનસિક્યોર્ડ (Unsecured) ક્રેડિટ કાર્ડના ઉપયોગ સંબંધિત નવા ફેરફારો જોવા મળી શકે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ડિજિટલ વૉલેટમાં નાણાં ઉમેરવા અથવા કેટલીક ચોક્કસ મર્ચન્ટ કેટેગરીમાં ટ્રાન્ઝેક્શન કરવા પર નવા ફાઇનાન્સ ચાર્જ અને પ્રોસેસિંગ ફી લાગુ થઈ શકે છે. કાર્ડધારકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ યુટિલિટી બિલની ચુકવણી અને વૉલેટ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં નવા ચાર્જ સંબંધિત માર્ગદર્શિકાની તપાસ કરી લે.

LPG અને ઇંધણના ભાવની સમીક્ષા 

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 નવેમ્બરે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) LPG, CNG, PNG અને વિમાનમાં વપરાતા ઇંધણ (ATF)ના ભાવની સમીક્ષા કરશે. આવી સ્થિતિમાં ગેસના ભાવમાં વધઘટ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવના આધારે ઘરેલુ ગેસ અને કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે. તેની સીધી અસર સામાન્ય લોકો અને વેપારીઓના બજેટ પર પડી શકે છે.