Highest Salary Jobs: સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની નોકરીઓની સરખામણી કરવામાં આવે તો આજે પણ સરકારી નોકરીનું પલ્લુ ભારે રહે છે. કોઈ ગમે તેટલુ કેમ ના ભણેલો હોય પણ અભરખા તો સરકારી નોકરીના જ હોય છે. સરકારી નોકરીના ઘેલા પાછળનું એક કારણ તેમાં મળતી સુરક્ષા છે. આજે પ્રાઈવેટ સેકટરમાં પણ ઘણા સારા પગાર વાળી નોકરીઓ ઉપલબ્ધ છે જ પણ જ્યારે વાત આવે જોબ સિક્યુરીટીની તો આજે પણ તો સરકારી નોકરી મહત્વની સાબિત થાય છે. તો આજે જાણો દેશની 5 એવી સરકારી નોકરી કેજેમાં પગારની સાથો સાથ મળે છે અનેક સુવિધા અને પાવર્સ પણ. 


ભારતીય વિદેશ સેવા (IFS)


ઈન્ડિયન ફોરેન સર્વિસમાં પસંદગી પામનાર ઉમેદવારને ધરખમ પગાર અને અનેક સુવિધાઓ સાથે વિદેશમાં રહેવાની તક મળે છે. આ નોકરીમાં જીંદગીનો અડધાથી પણ વધારે સમય વિદેશમાં રહેવા મળે છે. કોઈ એક દેશમાં વધુમાં વધુ 3 વર્ષ રહી શકે છે. આ નોકરી સિવિલ સર્વિસ દ્વારા મળી શકે છે.  ઉમેદવારને ગ્રેડ A ઓફિસરનો પગાર મળે છે. સાથે જ વિદેશમાં રહેવા માટે ઘર, ગાડી, નોકર-ચાકર, મફતમાં મેડિકલ સારવાર, બાળકો માટે મફત શિક્ષણ મળે છે. તેમનો પગાર સાડા ત્રણ લાખથી 4 લાખ રૂપિયા વચ્ચે હોય છે.  


IAS અને IPS


આ પદ માટે ઓફિસર પાસે પોલિસી મેકિંગથી લઈને અન્ય પણ મોટા અધિકારો હોય છે. તેમનો શરૂઆતનો પગાર મહિને 50,000રૂપિયા અને સાથે ડીએ પણ મળે છે જે મહિને અઢીથી પોણા ત્રણ લાખ રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત તેમને બંગલો, ગાડી, વિજળીના બિલમાં સબ્સિડી અનેવિદેશમાં મફત શિક્ષણ જેવી અનેક સુવિધાઓ મળે છે. 


ડિફેન્સ સર્વિસિસ


ડિફેંસ એક એવુ ક્ષેત્ર છે જ્યાં એડવેંચર અને રિસ્ક બંને હોય છે પણ સાથે પૈસા પણ સારા છે. આ નોકરી માટે પસંદગી એનડીએ, સીડીએસ, એએફસીએટી જેવી પરીક્ષાઓના માધ્યમથી થાય છે. આ ક્ષેત્રમાં પગાર અને ભથ્થા નોંકરીના પદ પર નિર્ભર કરે છે. પરંતુ શરૂઆતના સ્તરે તેમને મહિને 50 થી 60 હજાર રૂપિયા કરતા વધારે મળે છે. સાથે જ રહેવાની, ફ્રી રાશન, મેંટેનંસ અલાઉંસ, ટ્રાંસપોર્ટ , બાળકો માટે મફત શિક્ષણ અને રિટારમેંટ બાદ પેંશન  જેવી સુવિધાઓ મળે છે. 


ISRO,DRDOમાં વૈજ્ઞાનિક અને એંજિનિયર


ઈસરો, ડીઆરડીઓ અને બાર્ક જેવા ઓર્ગેનાઈઝેશનમાં વૈજ્ઞાનિક અને એંજિનિયરના પદ માટે પસંદગી પામી સારી સેલરી અને સુવિધાઓ મેળવી શકાય છે. અહીં પ્રારંભીક પગાર 55,000 થી 60,000 રૂપિયા દર મહિને હોય છે. સાથે જ રહેવાની સુવિધા કે રેંટલ અલાઉન્સ,  ટ્રાંસપોર્ટ અલાઉન્સ, દર 6 મહિને બોનસ, કેંટિનમાં મફતમાં જમવાનું જેવી અનેક સુવિધાઓ મળે છે. 


RBI ગ્રેડ B


બેંકિંગસેક્ટરમાં નોકરીની વાત આવે તો RBIથી વધારે સારી નોકરી હોઈ ના શકે. બેંકિંગ કેરિયસ શરૂ કરવા માતે આરબીઆઈ ગ્રેડ બી સૌથી સારી પોસ્ટ છે. અહીંથી ઉમેદવાર ડેપ્યુટી ગવર્નર પદ સુધી પહોંચી શકે છે. તેમનું વાર્ષિક સીટીસી 18 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. એંટ્રી  લેવલ પર પગાર 67,000 પ્લસ ડીએ હોય છે. સાથે જ મોંઘા વિસ્તારમાં ફ્લેટ, વર્ષનું 180 લીટર મફત પેટ્રોલ, બાળકોનું શિક્ષણ અલાઉંસ, દર વર્ષે પ્રવાસ માટે એક લાખ રૂપિયાનું અલાઉંસ જેવી અનેક સુવિધાઓ તેમને આપવામાં આવે છે.