5G Services Rollout Soon: દેશમાં ટૂંક સમયમાં 5G મોબાઇલ સેવા શરૂ થવા જઈ રહી છે. 5G સ્પેક્ટ્રમની હરાજીનો રસ્તો સાફ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. જુલાઈના અંતથી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.


કેબિનેટે ખાનગી કેપ્ટિવ નેટવર્કને પણ લીલી ઝંડી આપી છે, જેનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઈઝ અને ટેક્નોલોજી જાયન્ટ્સ મશીન-ટુ-મશીન કોમ્યુનિકેશન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને ઓટોમોટિવ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એનર્જી અને અન્ય ક્ષેત્રોમાં પોતાના નેટવર્કને સક્ષમ કરી શકે છે. સેક્ટરનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનને સક્ષમ કરવા માટે કરવામાં આવશે.







હરાજીમાંથી 5 લાખ કરોડ મળવાની અપેક્ષા છે


આ સાથે દેશમાં નવી ટેલિકોમ ક્રાંતિની શરૂઆત થઈ છે. ટેલિકોમ મંત્રાલય આ સપ્તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરશે. જુલાઈના અંત સુધીમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે સ્પેક્ટ્રમની કુલ કિંમત 5 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ અંતર્ગત સરકાર નવ સ્પેક્ટ્રમની હરાજી કરશે. આ હરાજી 20 વર્ષ માટે રહેશે.


2500 મેગાહર્ટ્ઝ બેન્ડ માટે અરજી કરી શકે છે


આ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ 600 થી 1800 Mhz બેન્ડ અને 2100, 2300, 2500 Mhz બેન્ડની હરાજી માટે અરજી કરશે. ભારત સરકારે 5G સ્પેક્ટ્રમના કોલિંગ અને વિડિયો કૉલિંગ સાથે અદ્યતન સેવાઓનું પરીક્ષણ કર્યું છે.