7th Pay Commission DA Hike in July: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવતા મહિને સારા સમાચાર આવી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો થઈ શકે છે. સરકાર કર્મચારીઓનો DA 45 ટકાથી વધારીને 46 ટકા કરી શકે છે. જો સરકાર આગામી મહિનામાં DA વધારવાનો નિર્ણય લેશે તો કર્મચારીઓના પગારમાં વધારો થશે.


એપ્રિલ મહિનાના EICPIના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. જો કે મે અને જૂનના આંકડા આવવાના બાકી છે, ત્યારપછી જ સ્પષ્ટ થશે કે જુલાઈમાં કર્મચારીઓના DAમાં કેટલો વધારો થશે.


જેથી ઘણા કર્મચારીઓને લાભ મળશે


મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો 3 ટકાનો વધારો કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું વધીને 45 ટકા થઈ જશે. જો કે, જો આંકડા વધુ સ્પષ્ટ થાય તો તેમાં 4 ટકાનો ઉછાળો આવી શકે છે. એટલે કે મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થશે. આ વધારાનો લાભ 48 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનધારકોને મળશે.


શું કહે છે AICPIના આંકડા?


જાન્યુઆરીના ડેટા અનુસાર AICPIના આંકડામાં 0.5 ટકાનો વધારો થયો હતો.  જ્યારે ફેબ્રુઆરી દરમિયાન તેમાં ઘટાડો થયો હતો અને તે 0.1 ટકા ઘટીને 132.7 થયો હતો. તે માર્ચમાં 0.6 પોઈન્ટ વધીને 133.3 પર પહોંચ્યો હતો. તો એપ્રિલ દરમિયાન, AICPI પોઇન્ટ 0.9 ટકા વધીને 134.2 થયો છે.


કેટલું વધશે મોંઘવારી ભથ્થું?


જો મે અને જૂન દરમિયાન પણ ICPIના આંકડા સારા રહેશે તો મોંઘવારી ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ સ્થિતિમાં 4 ટકા વધીને DA 46 ટકા થઈ જશે. હવે જો કોઈ કર્મચારીનો માસિક પગાર 18000 રૂપિયા છે તો 42% DA પ્રમાણે મોંઘવારી ભથ્થું 7560 રૂપિયા અને 46% DAના હિસાબે 8280 રૂપિયા થશે. એટલે કે દર મહિને પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.


7th Pay Commission: આ રાજ્યના કર્મચારીઓને મળશે સારા સમાચાર, મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થશે


આ રાજ્યના સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળવા જઈ રહ્યા છે અને અહીંની રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.  મીડિયા રિપોટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.


ક્યારે લાગુ થશે?


આ મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનધારકોને 1 જાન્યુઆરી, 2023થી આપવામાં આવશે અને તે પછી તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારા બાદ ઉત્તર પ્રદેશના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે.