8th pay commission arrears tax: 8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે કે જો પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે, તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન નહીં થાય. તેમને 18 થી 24 મહિનાનું એરિયર (બાકી રકમ) એકસાથે મળી શકે છે. જોકે, આટલી મોટી રકમ એકસાથે ખાતામાં આવે તો ટેક્સનું શું થશે? તેની ચિંતા સૌને સતાવી રહી છે. આવો, આ લેખમાં આપણે એરિયર ક્યારે મળશે, ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે કામ કરશે અને ઈન્કમ ટેક્સની કલમ 89(1) હેઠળ તમને ટેક્સમાં કેવી રીતે રાહત મળશે તે વિશે સરળ ભાષામાં સમજીએ.
એકસાથે મળશે 24 મહિનાનું એરિયર
હાલમાં 8મા પગાર પંચની ભલામણો પર જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકાર જે પણ નિર્ણય લેશે, તેનો સત્તાવાર અમલ 1 જાન્યુઆરી, 2026 થી ગણવામાં આવશે. એટલે કે, જો કદાચ આનો અમલ 2027 માં થાય, તો પણ કર્મચારીઓને 18 થી 24 મહિનાનો બાકી પગાર (એરિયર) એકસાથે મળી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ શક્યતાઓ પૂરેપૂરી છે.
ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે તમારી રકમ
તમારા ખાતામાં કેટલું એરિયર આવશે, તેનો સીધો આધાર સરકારે નક્કી કરેલા 'ફિટમેન્ટ ફેક્ટર' પર રહેશે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, તમારો પગાર અને એરિયરની રકમ એટલી જ વધારે હશે.
પણ અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો આટલી મોટી રકમ એકસાથે મળે, તો શું તે જે-તે વર્ષની આવકમાં ગણાશે? આના કારણે ઘણા કર્મચારીઓને ડર છે કે તેમની આવક એકદમ વધી જશે અને તેઓ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જવાથી તેમને વધારે ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: ₹18,000 થી સીધો કેટલો વધશે પગાર? જાણો 70 વર્ષનું ઐતિહાસિક ગણિત
ટેક્સનું ટેન્શન છોડો, આ નિયમ આપશે રાહત
જો તમે પણ ટેક્સ વધવાની ચિંતામાં છો, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 89(1) તમને આ સમસ્યામાંથી મોટી રાહત આપે છે. આ કાયદાનો અને કલમનો મુખ્ય હેતુ જ એ છે કે જ્યારે કર્મચારીઓને તેમના પાછલા વર્ષોનો પગાર કે એરિયર પાછળથી એકસાથે મળે, ત્યારે તેમના પર ટેક્સનો કોઈ વધારાનો બોજ ન પડે.
જૂની કે નવી ટેક્સ સિસ્ટમ: તમારા માટે શું બેસ્ટ છે?
ટેક્સ નિષ્ણાતોના મતે, તમારે જૂની કે નવી ટેક્સ સિસ્ટમમાંથી કઈ પસંદ કરવી તે તમારી વ્યક્તિગત બચત અને રોકાણ પર આધાર રાખે છે:
જૂની ટેક્સ સિસ્ટમ: જો તમે 80C, 80D, HRA કે હોમ લોન જેવી કપાત (Deductions) નો લાભ લેતા હોવ, તો તમારા માટે આ સિસ્ટમ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નવી ટેક્સ સિસ્ટમ: પરંતુ જો તમારી પાસે આવી કોઈ ખાસ કપાત કે રોકાણ નથી, તો નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી તમારા માટે વધુ બહેતર અને સરળ રહેશે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા 5 મોટા અપડેટ, જુઓ સંપૂર્ણ વિગત
