શોધખોળ કરો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

આ સાથે Goldman Sachsએ અંદાજ લગાવ્યો છે કે આ વધારો 2026 અથવા 2027માં લાગુ થઇ શકે છે.

8th Pay Commission Salary Hike: 8મા પગાર પંચની જાહેરાત થઈ ત્યારથી સરકારી કર્મચારીઓ ચિંતિત છે કે કમિશન લાગુ થયા પછી તેમનો પગાર કેટલો વધશે. પરંતુ હવે તેમની રાહનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. વાસ્તવમાં Goldman Sachs આ અંગે એક અંદાજ કાઢ્યો છે, જે દર્શાવે છે કે 8મા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે.

Goldman Sachs રિપોર્ટ શું કહે છે?

Goldman Sachsના રિપોર્ટ મુજબ, 8મા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં 14,000 થી 19,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ સાથે Goldman Sachsએ અંદાજ લગાવ્યો છે કે આ વધારો 2026 અથવા 2027માં લાગુ થઇ શકે છે.

આને સરળ ભાષામાં સમજો

હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સરેરાશ પગાર દર મહિને 1 લાખ રૂપિયા (કર પહેલાં) છે. 8મા પગાર પંચ પછી તેમાં 14 થી 19 ટકાનો વધારો થઈ શકે છે. આ માટે ત્રણ સંભવિત યોજનાઓ બનાવવામાં આવી છે. જો સરકાર 1.75 લાખ કરોડનું બજેટ (50 ટકા પગાર અને 50 ટકા પેન્શન વધારા માટે) રાખે છે તો સરેરાશ પગાર દર મહિને 14,600નો વધારો થશે. જો બજેટ 2 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવે તો પગારમાં દર મહિને 16,700 રૂપિયાનો વધારો થશે. જ્યારે જો 2.25 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે તો કર્મચારીઓને દર મહિને 18,800 રૂપિયાનો પગાર વધારો મળશે.

50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ મળશે

50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આઠમા પગાર પંચનો સીધો લાભ મળશે. અગાઉ, સરકારે 7મા પગાર પંચ હેઠળ 1.02 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

16 જાન્યુઆરી, 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી.  જોકે, કમિશનના અધ્યક્ષ અને સભ્યોના નામ હજુ નક્કી થયા નથી. કમિશનનો અહેવાલ 2026 અથવા 2027માં લાગુ થઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગારમાં ભારે ઉછાળો

પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે જે પગારમાં વધારો કરે છે. સાતમા પગાર પંચમાં તે 2.57 હતું અને હવે તેને વધુ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે છે, તો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 46,260 રૂપિયા થશે. જ્યારે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 23,130 રૂપિયા થશે. જો ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગના અંદાજ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.92 પર નક્કી કરવામાં આવે, તો લઘુત્તમ પગાર 34,560 રૂપિયા થશે. કર્મચારીઓ 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા હતા પરંતુ સરકાર માટે તેનો અમલ કરવો પડકારજનક હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget