IPO Next Week : આગામી સપ્તાહમાં કુલ 9 નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. તેમાં 2 મેઇનબોર્ડ IPO અને 7 SME IPOનો સમાવેશ થાય છે. છેલ્લા 14 વર્ષમાં સપ્ટેમ્બર મહિનો IPOના સંદર્ભમાં ખૂબ જ વ્યસ્ત રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 28થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી ચુકી છે. ચાલો જાણીએ કે આવતા અઠવાડિયે કઈ કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે.


KRN Heat Exchanger IPO


આ રૂ. 341.95 કરોડનો મેઇનબોર્ડ IPO 25 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 220ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 101.36 ટકા અથવા રૂ. 223ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.


Thinking Hats Entertainment Solutions NSE SME 


આ રૂ. 15.09 કરોડનો SME IPO 25 અને 27 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 44ની ઇશ્યૂ કિંમત સામે 34.09 ટકા અથવા રૂ. 15ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.


Manba Finance IPO


આ રૂ. 150.84 કરોડનો મેઇનબોર્ડ IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 120ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 50 ટકા અથવા રૂ. 60ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે.


Rappid Valves (India) NSE SME


આ રૂ. 30.41 કરોડનો SME IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શેરનું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે.


WOL3D NSE SME


આ રૂ. 25.56 કરોડનો SME IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 150ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 36.67 ટકા અથવા રૂ. 55ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે.


Unilex Colours and Chemicals NSE SME
 
આ રૂ. 31.32 કરોડનો SME IPO 25 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે.


TechEra Engineering NSE SME
 
આ રૂ. 35.90 કરોડનો SME IPO 25 અને 27 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 3 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 82ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 10 અથવા 12.20 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.


Forge Auto International NSE SME
 
આ રૂ. 31.10 કરોડનો SME IPO 26 અને 30 સપ્ટેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 4 ઓક્ટોબરે થશે.


Sahasra Electronics Solutions NSE SME
 
આ રૂ. 186.16 કરોડનો SME IPO 25 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. લિસ્ટિંગ 4 ઓક્ટોબરે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 283ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 15.19 ટકા અથવા રૂ. 43ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.    


10000 રુપિયાની SIPથી બનાવો 8 કરોડ!