Aadhar Card Update:  મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવીને 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. નાગરિકો નિર્ધારિત તારીખ સુધી તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. ડેપ્યુટી કમિશનરે સામાન્ય લોકોને 14 ડિસેમ્બર સુધીમાં UIDAI પોર્ટલ પર આઠથી દસ વર્ષ પહેલા બનાવેલા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અપીલ કરી હતી. આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે, આધાર કાર્ડ ધારકે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.


તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં જે લોકોએ છેલ્લા આઠ કે દસ વર્ષમાં આધારકાર્ડ અપડેટ કરાવ્યું નથી તેઓએ તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તેમના રહેણાંકનું પ્રમાણપત્ર અને તેમનું ઓળખકાર્ડ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.


UIDAIએ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો. નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.


આધારકાર્ડને અપડેટ કરવા માટે તમે UIDAI ની વેબસાઈટ પર જઈને તેની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. પરંતુ અહીં તમારે દરેક વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.



Myaadhaar પોર્ટલ પર આધાર અપડેટ પ્રક્રિયા



સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
હવે લોગીન કરો અને નામ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો
પછી અપડેટ આધાર પર ક્લિક કરો
હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો
આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો
ત્યારબાદ તમને એક નંબર મળશે
તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial