Aadhaar Mitra : આધારકાર્ડ દરેક લોકોનો જીવનમાં ખૂબ જ જરુરી દસ્તાવેજ બની ગયું છે. દરેક જગ્યાએ આધાર કાર્ડ ઉપયોગમાં આવે છે.   જો તમે ઘરે બેઠા આધાર સંબંધી જાણકારી મેળવવા માંગતા હોય તો તેના માટે UIDAI  એ નવા AI/ML-આધારિત ચેટબોટ, 'આધાર મિત્ર'  લોન્ચ કર્યું છે. જેની મદદથી તમે ઘરે બેઠા તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને બોટનો ઉપયોગ કરી તેને ટ્રેક પણ કરી શકો છો. કારણ કે ચેટબોટમાં આધાર નોંધણી/અપડેટ સ્ટેટસની સ્થિતિની તપાસ, આધાર પીવીસી કાર્ડની સ્થિત પર નજર રાખવા અને નામાંકન કેંદ્ર સ્થળની જાણકારી જેવી સુવિધાઓને વધારવામાં આવી છે.  UIDAI નું નવું AI/ML આધારિત ચેટ સપોર્ટ હવે વધુ સારા રેજિડેંટ ઈંટરેક્શન માટે ઉપલબ્ધ છે. હવે આધાર પીવીસી કાર્ડની સ્થિતિને ટ્રેક કરી શકે છે, પોતાની ફરિયાદ નોંધાવી શકો છો અને તેને ટ્રેક કરી શકો છે. જો તમે ઘરે બેઠા આધાર સંબંધી જાણકારી મેળવવા માંગતા હોય તો તેના માટે UIDAI  એ નવા AI/ML-આધારિત ચેટબોટ, 'આધાર મિત્ર'  લોન્ચ કર્યું છે. 


UIDAIએ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું


UIDAIએ ઓક્ટોબર 2022ના મહિના માટે પ્રશાસનિક સુધાર અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા પ્રકાશિત રેન્કિંગ રિપોર્ટમાં સાર્વજનિક ફરિયાદોના સમાધાન માટે તમામ ગ્રુપ  A મંત્રાલયો, વિભાગો અને સ્વાયત્ત સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  આ સતત ત્રીજો મહિનો છે. જ્યારે UIDAIએ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે.


UIDAI પાસે એક મજબૂત ફરિયાદ નિવારણ યોજના


ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કહ્યું કે UIDAI પાસે એક મજબૂત ફરિયાદ નિવારણ યોજના છે જેમાં UIDAI મુખ્યાલય તેની પ્રાદેશિક કચેરીઓ, ટેકનોલોજી કેન્દ્રો અને સંપર્ક કેન્દ્ર ભાગીદારોનો સમાવેશ થાય છે. UIDAI એ ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બંને માટે એક સૂત્રધાર રહ્યું છે અને આ આધાર ધારકોના અનુભવને ઉત્તરોતર સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.


સંગઠન ઇઝ ઓફ લિવિંગની સુવિધા  આપી રહ્યું છે અને તેની ફરિયાદ નિવારણ પદ્ધતિને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. UIDAI ધીમે ધીમે અદ્યતન અને ભાવિ ઓપન સોર્સ CRM સમાધાન રજૂ કરી રહ્યું છે. નવા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (CRM) સમાધાન  રહેવાસીઓને UIDAI સેવાની ડિલિવરી વધારવા માટે અદ્યતન સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.