Aadhar Card Pan Card Link: ભારતમાં દરેક વ્યક્તિ માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. ઘણા કામો માટે તમારે આ દસ્તાવેજોની જરૂર છે. આના વિના તમારા ઘણા કાર્યો અટકી શકે છે. આવો જ એક દસ્તાવેજ પાન કાર્ડ છે. આ પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તમારી બેન્કિંગ સંબંધિત તમામ સુવિધાઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આના વિના તમે તમારું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકશો નહીં. અને આના વિના તમે આવકવેરા સંબંધિત કોઈપણ કામ કરી શકશો નહીં. ભારત સરકારે હવે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અને તમે હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી. પછી તમને ડબલ નુકસાન થઈ શકે છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે જો કરદાતાઓ 31 મે, 2024 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરશે તો TDS ની ટૂંકી કપાત માટે કરદાતાઓ અને વેપારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. આવકવેરા વિભાગના નિયમો અનુસાર, જો PAN નંબર આધાર સાથે લિંક નથી તો બમણા દરે TDS કપાતની જોગવાઈ છે.
દંડ ભરવો પડશે
ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ સાથે અગાઉ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જૂન 2022 હતી. ત્યારપછી પાન કાર્ડ બંધ કરવામાં આવ્યા હતા અને દંડ ભરીને પાન અને આધાર લિંક કરાવવું પડતું હતું. પરંતુ આ તારીખ વધારીને 30 જૂન 2023 કરવામાં આવી હતી.
તેમ છતાં ઘણા લોકોએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિં કર્યું નથી. જેમણે પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. તેમના માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. હવે તેઓએ પેનલ્ટી ભરીને પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે. સરકારે આ માટે 1000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે.
આ કામ અટકશે
જેઓએ હજુ સુધી તેમનું પાન કાર્ડ લિંક કરાવ્યું નથી. તેમનું પાન કાર્ડ આપોઆપ ડિએક્ટિવેટ થઈ જશે. એટલે કે જે સુવિધાઓ તે પાન કાર્ડની મદદથી મેળવી રહ્યા હતા તે તમામ સુવિધાઓ મળતી બંધ થઈ જશે. આ પછી તમે બેન્ક સંબંધિત કોઈ કામ કરી શકશો નહીં. એટલું જ નહી તમે ITR ફાઇલ પણ કરી શકશો નહી. ડિએક્ટિવેટ પાન કાર્ડ સાથે તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો નહીં. એટલે કે, જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમને એકસાથે બમણું નુકસાન થશે.