Adani Enterprises AGM 2022: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી અને અહીં અમે અમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખીશું. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં $70 બિલિયનથી વધુ ખર્ચવાનું છે.
ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન 200 બિલિયન યુએસડીને વટાવી ગયું છે: ગૌતમ અદાણી
શેરધારકોને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે ડેટા સેન્ટર, ડિજિટલ સુપર એપ, ઇન્ડસ્ટ્રિયલ ક્લાઉડ, ડિફેન્સ, એરોસ્પેસ, મેટલ્સ અને મટિરિયલ્સના ક્ષેત્રોમાં એન્ટ્રીઓ કરી છે, આ આત્મનિર્ભર ભારત સાથે એક-એક સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવ્યું છે. આ વર્ષે અમારું ગ્રુપ માર્કેટ કેપિટલાઇઝેશન 200 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયું છે.
રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં 300%નો વધારો થયોઃ ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ આજે એજીએમમાં જણાવ્યું હતું કે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ 2015ની સરખામણીમાં 300 ટકાથી વધુ વધી છે. વર્ષ 2020-21ની સરખામણીમાં, ગયા વર્ષે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણમાં 125 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધુ વધારવું અને આ માંગને પૂરી કરવી જરૂરી છે.
રિન્યુએબલ એનર્જીના નિકાસકાર તરીકે ભારતની ઓળખ થવી જોઈએઃ ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે હું માનું છું કે તેલ અને ગેસના ક્ષેત્રમાં આયાત પર ખૂબ જ નિર્ભર દેશ તરીકે - અમે ભારતની ઓળખ બદલવા અને તેને આગળ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે એક દિવસ ક્લિન એનર્જીનો નિકાસકાર બનશે. જ્યારે અદાણી ગ્રૂપ એક મુખ્ય વૈશ્વિક રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે, છેલ્લા 12 મહિના અથવા એક વર્ષમાં, અમે અન્ય ઘણા ઉદ્યોગોમાં પણ અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે.