Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી અને અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. જૂથના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપો પાયાવિહોણા છે અને તેનું ખંડન કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે તે અમે તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પોનો સહારો લઈશું.
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (US Department of Justice ) અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US Securities and Exchange Commission) દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે અને જૂથ આ આરોપોનું સખત ખંડન કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે,"અભિયોગમાં લગાવવામાં આવેલ આરોપો માત્ર આરોપો છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ માનવામાં આવે છે.
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રૂપ હંમેશા ગવર્નન્સ, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનના ઉચ્ચ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું, અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થાઓ છીએ, જે તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે.
અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર
અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો
21 નવેમ્બર, 2024ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂપિયા, ACCનો શેર 10 ટકા ઘટીને 1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂપિયા પર આવી રહ્યો છે.
અમેરિકાથી અદાણીને લઇને કરવામાં આવ્યા આ દાવા
ગૌતમ અદાણીના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપની કંપની પર જૂઠું બોલવું અને કોન્ટ્રાક્ટ મેળવવા લાંચ આપવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી પર તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ માટે યુએસમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે.
આ પણ વાંચો....