Moody's On Adani Group: અદાણી ગ્રુપના શેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે રેટિંગ એજન્સી મૂડીઝ આ જૂથની કંપનીઓનું મૂલ્યાંકન કરી રહી છે. 'હિંડનબર્ગ રિસર્ચ'નો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે અદાણી ગ્રુપને ઘણું નુકસાન થયું છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અદાણી ગ્રૂપની 3 કંપનીઓની નાણાકીય તાકાત અંગે તેનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું છે. આ કંપનીઓને માત્ર 7 દિવસમાં 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. જાણો આ નુકસાન વિશે રેટિંગ એજન્મૂસી મૂડીઝે શું કહ્યું...


રેટિંગમાં કોઈ ફેરફાર નથી


અદાણી ગ્રુપની 3 કંપનીઓને મૂડીઝ તરફથી રેટિંગ મળ્યું છે. જેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂડીઝનું કહેવું છે કે આ ત્રણેય કંપનીઓના રેટિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે તે હવે આ કંપનીઓની નાણાકીય તાકાતનું મૂલ્યાંકન કરી રહી છે.


શેરોમાં મોટો ઘટાડો


હાલમાં જ અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે એક અહેવાલમાં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના દેવાના સ્તર અને ટેક્સ હેવનના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા. કંપનીના આ આરોપ બાદ ગ્રુપ કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આરોપોને ફગાવી દીધા છે. હિંડનબર્ગ પર કેસ કરવાની પણ ધમકી આપી.


રોકાણ વધારવામાં મુશ્કેલી વધી


મૂડીઝે કહ્યું હતું કે, આ ઘટનાક્રમોને જોતા એવું લાગે છે કે હવે ગ્રુપમાં રોકાણ માટે મૂડી એકત્ર કરવાની ક્ષમતામાં થોડો ઘટાડો થશે. આ સ્થિતિ સુધારવામાં 1-2 વર્ષ પણ લાગી શકે છે. ઉપરાંત ફિંચે તેના રેટિંગ પર તાત્કાળ પ્રભાવ નોંધ્યો નથી.


અદાણી 21મા સ્થાને 


બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા બાદ અદાણી 21માં સ્થાને સરકી ગયા છે. અદાણીના શેરમાં જોવા મળેલી ભારે વેચવાલીને કારણે તેની નેટવર્થ સતત ઘટી રહી છે. છેલ્લા બે સપ્તાહથી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ઘણી વખત શેર પર લોઅર સર્કિટ લગાવવી પડે છે.