CNG Price Hike: અદાણી ગેસે છેલ્લા ચાર દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. 2 ઓગસ્ટના રોજ કંપનીએ પ્રતિ કિલો સિએનજીના ભાવમાં 1 રૂપિયા 99 પૈસાનો વધારો કર્યો હતો. જે બાદ આજે ફરી એક વખત સીએનજીના ભાવમાં કંપનીએ વધારો કર્યો છે. આજે અદાણી ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયો 49 પૈસાનો ભાવ વધારો કર્યો છે. CNGના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહનચાલકોને ફટકો લાગી રહ્યો છે. આજના ભાવ વધારા બાદ હવે CNG વાહનચાલકોને પ્રતિ કિલો 87 રૂપિયા 38 પૈસા ચૂકવવા પડશે.
મુંબઈમાં પણ ભાવમાં થયો વધારો
મુંબઈ શહેર ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં ગઈકાલે પ્રતિ કિલો રૂ.6નો વધારો કર્યો છે. આ સાથે જ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં તાત્કાલિક અસરથી યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે.
એપ્રિલથી અત્યાર સુધીમાં ભાવમાં આ છઠ્ઠો વધારો છે
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી, સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટરોએ વધતી કિંમતોને કારણે ઔદ્યોગિક પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો છે.
એમજીએલએ નિવેદનમાં શું કહ્યું