15 જૂન પહેલાં પતાવી લો આ સરકારી કામ, નહીં તો થશે ભારે નુકસાન, લાગશે પેનલ્ટી
Advance Tax Deadline: 15 જૂન કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ તારીખ છે; એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો જમા કરવાનો આ છેલ્લો દિવસ છે.

Advance Tax Deadline: જૂન મહિનો ખાસ છે અને ટેક્સપેયર્સ (કરદાતાઓ) માટે તો આ તેનાથી પણ વધુ સ્પેશિયલ છે. આ મહિનામાં એડવાન્સ ટેક્સની ડેટ આવે છે. તમને જણાવી દઈએ કે એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો જમા કરાવવાની છેલ્લી ડેટ 15 જૂન 2026 છે. જે કરદાતાઓની વાર્ષિક ટેક્સ જવાબદારી 10000 કરતા વધારે છે, તેમણે સમયસર આની ચુકવણી કરી દેવી જોઈએ. સમયસર ચુકવણી ન કરવાથી વધારે વ્યાજ આપવું પડે છે.
એડવાન્સ ટેક્સ શું છે?
એડવાન્સ ટેક્સ એ ઇન્કમ ટેક્સની અગાઉથી થતી ચુકવણી છે, જે વર્ષના અંતમાં એકસાથે ચૂકવવાના બદલે આખું વર્ષ હપ્તામાં ચૂકવવામાં આવે છે. એડવાન્સ ટેક્સને 'કમાઓ અને કર ચૂકવો' (Pay-as-you-earn) યોજના પણ કહે છે. જો તમારી ટેક્સ જવાબદારી 10000 થી વધારે છે તો તમારે આની ચુકવણી કરવી જરૂરી છે.
એડવાન્સ ટેક્સ કોણ ભરે છે?
એડવાન્સ ટેક્સ વેપારીઓની સાથે-સાથે નોકરીયાત લોકો પણ ભરે છે. જેમ કે કેટલીય વાર તમને બેંક FD, ભાડાની આવક, કેપિટલ ગેઈન, ડિવિડન્ડની આવક કે ફ્રીલાન્સિંગની કમાણી પર ટેક્સ આપવાનો થાય છે.
એડવાન્સ ટેક્સ ભરવાની તારીખો:
જેવી રીતે એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 જૂન છે, જેમાં 15 ટકા ટેક્સ ભરવાનો હોય છે; તેવી જ રીતે બીજો હપ્તો ભરવાની ડેટ 15 સપ્ટેમ્બર (45%), ત્રીજો હપ્તો ભરવાની ડેટ 15 ડિસેમ્બર (75%) અને ચોથો હપ્તો ભરવાની ડેટ 15 માર્ચ (100%) છે.
જો સમયસર એડવાન્સ ટેક્સ ન ભરાય તો શું થશે?
સમયસર એડવાન્સ ટેક્સ ન ભરવાથી અથવા ઓછી રકમ ભરવાથી ઇન્કમ ટેક્સની કલમ 234B અને 234C અંતર્ગત વધારે વ્યાજ ચૂકવવું પડે છે.
ઘરે બેઠા એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરવો?
જાતે જ ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરવા માટે સૌથી પહેલા ઇ-ફાઇલિંગ (e-filing) પોર્ટલ પર જાઓ અને 'e-Pay Tax' સેક્શન પર ક્લિક કરો. હવે આમાં એસેસમેન્ટ વર્ષ, ટેક્સ ટાઇપ (એડવાન્સ ટેક્સ) અને ચલાણ 280 પસંદ કરો. ત્યારપછી પોતાનો PAN નંબર અને બાકીની માહિતી ભરો. આ પછી તમારે ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગથી ચુકવણી કરવાની રહેશે. જેવું ટ્રાન્ઝેક્શન પૂરું થશે, તમને એક ચલાણની રસીદ (Challan Receipt) મળશે. આ રસીદ તમારે સાચવીને રાખવાની રહેશે.






















