એસબીઆઈએ કહ્યું કે, સિસ્ટમ ડાઉન થવાથી યોનો મોબાઈલ એપમાં સમસ્યા આવી રહી છે. અમે ખામી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કસ્ટમરને હવે ઓનલાઈન એસબીઆઈ અને અને યોનો લાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ઈકનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર બેન્કના આ આશ્વાસન બાદથી જ યોનો એપમાં પ્રોબ્લેમ આવતી રહી છે અને એરર દેખાડી રહ્યું છે.
એસબીઆઈનો કસ્ટમર બેઝ 49 કરોડનો છે. એસબીઆઈનું ડિજિટલ પ્લેટફોર્મ પ્રતિદિન ચાર લાખ ટ્રાન્ઝેક્શન કરે છે. બેન્કનું લગભગ 55 ટકા ટ્રાન્ઝેક્શન હવે ડિજિટલ ચેનલ દ્વારા થાય છે. તેમાંથી 50 ટકા ટ્રાન્ઝેક્શન યોનો એપના માધ્યમથી થાય છે અને તેના 2.76 કરોડ યૂઝર છે.
આ પહેલા એચડીએફસી બેંકની ડિજિટલ સર્વિસીસમાં સતત ગ્રાહકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એચડીએફસી બેંક પર કેટલાક પ્રતિબંધ લગાવતા બેંકની તમામ ડિજિટલ સર્વિસીસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જોકે આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ આ પ્રતિબંધ કામચલાઉ છે. જ્યારે વિતેલા બે વર્ષની અંદર જ આ ત્રીજી વખત છે જ્યારે એચડીએફસી પર બેંકે કોઈને કોઈ પ્રતિબંધ લગાવ્યા છે.