Tata Play Binge Latest Plan: પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ યુઝર્સ પરેશાન છે. દરમિયાન, લોકોને રાહત આપતા, ટાટાએ 199 રૂપિયાના ટાટા પ્લે બિન્જ પ્લાનનો સમાવેશ કર્યો છે, જેમાંયુઝર્સને  અમર્યાદિત લાભો મળવાના છે.


 અહીં અમે તમને Tata Play Bingeના કેટલાક પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે. ટાટાના આ પ્લાનમાં તમને એક સાથે અનેક OTT પ્લેટફોર્મનુંર સબસ્ક્રિપ્શન પણ મળશે.


199 રૂપિયાનો Tata Play Binge પ્લાન


ટાટાએ તાજેતરમાં 199 રૂપિયાનો પ્લાન સામેલ કર્યો છે, જે સસ્તો હોવા ઉપરાંત ઘણા ફાયદા પણ ધરાવે છે. તમે તેને તરત જ ચકાસી શકો છો. ખાસ કરીને આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ OTT સબ્સ્ક્રિપ્શન ખરીદવાનું વિચારી રહ્યા છે. 199 રૂપિયાના પ્લાનમાં એકવાર રિચાર્જ કર્યા પછી, તમે તેનો ઉપયોગ 4 ડિવાઇસ  પર કરી શકો છો. આમાં તમને Amazon Prime Video, Apple TV+, Disney+Hotstar, Zee5 અને SonyLivનું સબ્સ્ક્રિપ્શન મળશે.


Tata Play Bingeનો રૂ. 149 અને રૂ. 349નો પ્લાન


199 રૂપિયાના પ્લાન સિવાય જો તમે કોઈ અન્ય સસ્તું પ્લાન લેવાનું વિચારી રહ્યા છો, તો 149 રૂપિયા અને 349 રૂપિયાના પ્લાન પણ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. 149 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમને Amazon Prime Videoનો વિકલ્પ મળશે નહીં. તમે આ પ્લાનમાં 4 ડિવાઇસનો પણ ઉપયોગ કરી શકો છો.                                                                                                                                       


 


349 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમે પ્રાઇમ લાઇટનું સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. તેમાં 2 ડિવાઇસ પર  HD સ્ટ્રીમિંગ મળે છે. આ સાથે તમે SonyLiv અને અન્ય OTT પ્લેટફોર્મનો આનંદ માણી શકો છો.