Zomato IPO Listing: ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની ઝોમેટોનું સ્ટોક માર્કટેમાં આજે બંપર લિસ્ટિંગ થયું છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગની સાથે જ કંપનીએ એવા રોકાણકારોને માલામાલ કરી દીધા છે જેમણે આઈપીઓમાં અરજી કરી હતી.
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસનાની ઘરેલુ બજારમાં શાનદાર સફળતાના 30 વર્ષ બાદ ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના આઈપીઓએ લિસ્ટિંગના દિવસે શાનદાર પ્રદર્શન કરતાં ઇન્ડિયન એન્ટરપ્રેન્યોરશિપને નવો રસ્તો બતાવ્યો છે. શુક્રવારે શેર બજારમાં ઝોમેટોનો સ્ટોક શાનદાર પ્રદર્શન કરતાં 53 ટકા પ્રીમિયની સાથે લિસ્ટ થયો અને 76 રૂપિયા આઈપીઓ પ્રાઈસની સામે 115 રૂપિયા સુધી પહોંચ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા થયા બાદ સ્ટોક 138 રૂપિયા સુધી પહોંચ્યો. અંતમાં બજાર બંધ થતા સમયે તે 126 રૂપિયા પર બંધ રહ્યો. આ રીતે કંપનીની માર્કેટ કેપ 98,732 કરોડ રૂપિયા થઈ ગઈ જે ટાટા મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કોલ ઇન્ડિયા કરતાં પણ વધારે છે.
તમને જણાવીએ કે, પ્રમોટર્સે 9,375 કરોડ રુપિયા ઉભા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો, જે 14 16 જુલાઈ સુધી પબ્લિક માટે ખૂલ્યો હતો અને 38 ગણો ભરાયો હતો. કંપનીએ તેના કર્મચારીઓ માટે 65 લાખ શેર અલગ રાખ્યા હતા પરંતુ તેના માત્ર 62 ટકા શેર માટે જ અરજી આવી હતી. ઝોમેટો આ આઈપીઓ દ્વારા કંપનીની વેલ્યૂ 64,365 કરોડ રૂપિયા આંકી હતી.
ઝોમેટોના આઇપીઓના લિસ્ટિંગ પહેલા કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કર્યું કે, અમારા લિસ્ટિંગના દિવસે હું અમારા શૅરહોલ્ડર્સની સાથે કંઈક વાત કહેવા માંગું છું. ભવિષ્ય ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. હું નથી જાણતો કે આપણે પાસ થઇશું કે ફેઇલ પરંતુ આપણે હંમેશાની જેમ બેસ્ટ આપીશું.
નોંધનીય છે કે, કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રી આઈપીઓ પ્રાઇમરી ફંડ રેઝર દ્વારા 25 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા.
ઝોમેટોમાં આન્ટ ફાઇનાન્શિયલ, ઇન્ફો એજ, સિકોયા કેપિટલ, ઉબર જેવા રોકાણકારો સામેલ છે. હાલમાં જ ઝોમેટોએ ખુદને એક પ્રાઈવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં ફેરવી હતી. તેના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
કંપનીને આશા છે કે શહેરી જનસંખ્યામાં વધારો, કામકાજી પરિવારની વધતી સંખ્યા, ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વધતુ પહોંચને કારણે કંપનીનો કારોબાર આગળ વધશે.