નવી દિલ્હીઃ રાજધાની, દુરંતો અને શતાબ્દીમાં ભારતીય રેલવેએ નવી ફ્લેક્સી ભાડા સિસ્ટમને લઈને એર ઇન્ડિયાએ સમાચાર પત્રોમાં એક જાહેરાત છપાવી છે, જેમાં એર ઇન્ડિયાએ દાવો કર્યો છે કે, હવે એર ઇન્ડિયાની ફ્લાઈટનું ભાડું રાજધાની એક્સપ્રેસ કરતાં પણ સસ્તું છે. જાહેરાતમાં એક મૂંછોવાળા મહારાજા છપાયેલ છે અને તેનું ટાઈટલ છે ઇન્ડિયા ઉડો દિલ ખોલ કે. સાથે જ તેમાં કહેવામાં આવ્યું છેકે, એર ઇન્ડિયાની ફ્લાઈટનું ભાડું રાજદાની ફ્લેક્સી ભાડા કરતાં ઓછું છે. સાથે જ એર ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો હતો કે ગ્રાહકો 247 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે રાજધાની એક્સપ્રેસના તમામ રૂટ પર ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના ભાડામાં સ્પોટ ફેરનો લાભ લઈ શકે છે.

એર ઇન્ડિયાએ રેલવેની નવી ફ્લેક્સી ભાડા સિસ્ટમ આવ્યાના થોડા દિવસ બાદ જ આ જાહેરાત છપાવી છે. કહેવાય છે કે, એર ઇન્ડિયાએરેલવેના ભાડામાંથયેલ વધારાનો લાભ લેવા માટે આ પગલું લીધું છે. જણાવીએ કે હાલમાં એર ઇન્ડિયાની સ્થિતિ ખરાબ છે, માટે ઘરેલુ રુટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અને અન્ય ખાનગી કંપનીઓને ટક્કર આપવા માટે એર ઇન્ડિયા સતત અલગ અલગ પગલા લઈ રહી છે.