Hiring By Air India Express:  વૈશ્વિક મંદીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર જોવા મળી રહી છે. ઘણી મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. ભારતમાં પણ ગો ફર્સ્ટ ક્રાઈસિસે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જ્યું હતું. આવી સ્થિતિમાં ટાટા ગ્રુપે એવિએશન સેક્ટરમાં એક નવી આશા જગાવી છે. વૈશ્વિક મંદીના યુગમાં ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એક્સપ્રેસે મોટા પાયે ભરતી કરી છે. એર ઈન્ડિયાની બજેટ ઈન્ટરનેશનલ સર્વિસ પુરી પાડતી એરલાઈન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસે 500થી વધુ કર્મચારીઓની ભરતી કરી છે.


પાઇલટ્સની ભરતી કરવામાં આવી


પીટીઆઈ અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ કુલ 280 પાઈલટ અને 250 કેબિન ક્રૂ સભ્યોની ભરતી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે દિલ્હી, બેંગલુરુ અને મુંબઈમાં આયોજિત ભરતી અભિયાન દરમિયાન કંપનીએ 280 પાઇલટ સહિત કુલ 530 લોકોની ભરતી કરી છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2022 માં, ટાટા જૂથે એર ઈન્ડિયા તેમજ તેની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસને હસ્તગત કરી હતી.


ટાટા જૂથના અધિગ્રહણ બાદથી જ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવા વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે કંપની અલગ-અલગ રૂટ પર વધુ ફ્લાઈટ્સનું સંચાલન વધારવા માંગે છે. આ માટે તેને વધુ પાઈલટ અને ક્રૂ મેમ્બરની જરૂર પડશે. કંપની ઓક્ટોબર 2022 થી તેના કર્મચારીઓની સંખ્યા વધારવા માટેના પ્રયાસ કરી રહી છે. આ કારણોસર છેલ્લા કેટલાક મહિનામાં એરલાઇન્સમાં પાઇલટ્સ અને કેબિન ક્રૂ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂના ઘણા રાઉન્ડ યોજવામાં આવ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે દિલ્હી, બેંગલુગુ અને ચેન્નઈ જેવા શહેરો સિવાય આ હાયરિંગ ડ્રાઈવ અન્ય ઘણા શહેરોમાં પણ રાખવામાં આવી છે. ઘણા નાના શહેરો પણ આમાં સામેલ હતા.


ભારતના વધુ એક રાજ્યમાં બશે Appleની પ્રોડક્ટ, ફોક્સકોન ગ્રુપ કરશે $500 મિલિયનનું રોકાણ


Foxconn Group Investment in Telangana: એપલ કંપની હવે ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા જઈ રહી છે. Appleના સપ્લાયર ફોક્સકોન તેલંગાણામાં $500 મિલિયનનું રોકાણ કરશે. ફોક્સકોન હૈદરાબાદ નજીક રંગારેડ્ડી જિલ્લામાં કોંકર કલાન ખાતે પ્લાન્ટ સ્થાપશે. તેલંગાણાના શહેરી વિકાસ મંત્રી કેટી રામારાવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 25,000 નોકરીની તકો ઉભી કરવામાં આવશે.


એપલ કંપની ચીનમાંથી બહાર નીકળવા માંગે છે


તેલંગાણા સરકાર અને ફોક્સકોનના સંયુક્ત નિવેદનમાં કંપનીએ નવા પ્લાન્ટ દ્વારા વિશ્વસ્તરીય ઉત્પાદનો પહોંચાડવાનું વચન આપ્યું છે. નિવેદનમાં, કંપનીએ વ્યવસાય માટે વાતાવરણ પ્રદાન કરવા બદલ રાજ્યનો આભાર માન્યો. કોવિડ રોગચાળા અને બેઇજિંગમાં કડક લોકડાઉનને કારણે, ચીનમાં ફોક્સકોન કંપનીએ Appleના નવા ઉપકરણો અને અન્ય પ્રકારના ઉત્પાદન પર અસર કરી હતી. આ સિવાય અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે કંપની ચીનમાંથી પોતાનું ઉત્પાદન બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહી છે.


એપલ કંપનીએ બેંગ્લોરમાં જમીન ખરીદી હતી.


ગયા મહિને એપલ દિલ્હી અને મુંબઈમાં બે સ્ટોર ખોલવાની હતી, જેના કાર્યક્રમમાં સીઈઓ ટિમ કૂક ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ હસ્તીઓને મળ્યા હતા. Apple ભારતમાં તેના સત્તાવાર સ્ટોર્સ ખોલીને સીધા ભારતીય બજારમાં પ્રવેશ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ મહિને ફોક્સકોન ગ્રુપે બેંગલુરુમાં જમીન ખરીદી હતી. કંપનીએ રૂ. 303 કરોડની જમીન ખરીદી હતી. એપલે પોતાના ડેટામાં જણાવ્યું છે કે ભારતમાં iPhone યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. કંપનીનો ગ્રોથ અહીં સારો રહ્યો છે.