દિલ્હી, જયપુર, કોલકાતા જેવા દેશના ઘણા શહેરોમાં એરટેલનું નેટવર્ક ડાઉન છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર એરટેલનું નેટવર્ક બંધ થવા અંગે સતત ફરિયાદ કરી રહ્યા છે. ટ્વિટર પર #AirtelDown ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે તેઓ મોબાઈલ ઈન્ટરનેટ અને કોલિંગમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ઘણા યુઝર્સે બ્રોડબેન્ડની સમસ્યાની ફરિયાદ પણ કરી છે. યુઝર્સનો દાવો છે કે એરટેલ થેંક્સ એપ પણ કામ કરી રહી નથી. DownDetector અનુસાર એરટેલનું નેટવર્ક દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર અને કોલકાતા જેવા શહેરોમાં ડાઉન છે.
એરટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે તેને આઉટેજ વિશે માહિતી મળી છે. કંપનીએ કહ્યું, 'અમારી ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે વિક્ષેપિત થઈ હતી અને અમે તમને થઈ રહેલી અસુવિધા બદલ દિલગીર છીએ. હવે બધું સામાન્ય થઈ ગયું છે, કારણ કે અમારી ટીમો અમારા ગ્રાહકોને ઉત્તમ અનુભવ આપવા માટે અવિરતપણે કામ કરે છે.’
ગયા અઠવાડિયે મુંબઈ સર્કલમાં Jioનું નેટવર્ક પણ ડાઉન થયું હતું. મુંબઈ સર્કલના ઘણા વિસ્તારોના વપરાશકર્તાઓ કૉલ કરી શકતા ન હતા અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા ન હતા. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત હતો જ્યારે મુંબઈમાં Jioની સેવાઓ અટકી પડી હતી. ઘણા યુઝર્સે Jio ફાઈબરની સમસ્યા અંગે પણ ફરિયાદ કરી હતી. રિપોર્ટ અનુસાર, Jioએ મુંબઈ સર્કલમાં પોતાનું નેટવર્ક બંધ કરી દીધું હતું.