એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેઝોન તેના આશરે 350,000 કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેઝોન "આશરે 30,000 કોર્પોરેટ નોકરીઓમાં કાપ મૂકવા" ની યોજના ધરાવે છે, જેના કારણે નોકરીની સુરક્ષા અને છટણી અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપની હવે ખર્ચ ઘટાડવા અને COVID-19 મહામારી દરમિયાન વધુ પડતી ભરતીની ભરપાઈ કરવા માટે તેના કર્મચારીઓમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.

Continues below advertisement

સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા હતી?

એક Reddit યુઝર્સે લખ્યું હતું કે, "છટણી ચાલુ રહેશે." આ પોસ્ટ પર સમાન ચિંતા વ્યક્ત કરતા ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી હતી. અન્ય લોકોએ દાવો કર્યો કે આ નિર્ણય પાછળનું "વાસ્તવિક કારણ" કંઈક બીજું હતું અને એઆઈ  તરફ ધ્યાન દોર્યું. એક વ્યક્તિએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, "આ ફક્ત અમેઝોન કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ નોકરી શોધી રહેલા દરેક માટે ખરાબ સમાચાર છે.

Continues below advertisement

તમારે નોકરી માટે હજારો કાઢી મૂકવામાં આવેલા FAANG એન્જિનિયરો સાથે સ્પર્ધા કરવી પડશે." ત્રીજા વ્યક્તિએ દાવો કર્યો હતો કે, "અમેઝોન કર્મચારીઓ સાથે ભયંકર વર્તન કરે છે. તમે ઉચ્ચ શિક્ષિત ડેવલપર છો કે ડિલિવરી બોય છો તેનાથી કોઈ ફરક પડતો નથી." તમે ખરેખર ફક્ત બલિનો બકરો છો." ચોથાએ કહ્યું હતું કે, "મને આશ્ચર્ય થાય છે કે કંપનીઓ કેટલા વર્ષો સુધી વધુ પડતી ભરતી માટે મહામારીનું બહાનું બતાવતા રહેશે."

કેટલા કર્મચારીઓને છટણી કરવામાં આવી રહી છે?

રોઇટર્સના અહેવાલ મુજબ, અમેઝોન તેના આશરે 350,000 કોર્પોરેટ કર્મચારીઓમાંથી "10 ટકા" ને છટણી કરવાની યોજના બનાવી રહી છે. બહુરાષ્ટ્રીય ટેક કંપની પાસે કુલ 1.55 મિલિયન કર્મચારીઓ હોવાના અહેવાલ છે. જો કે, 2022ના અંત પછી અમેઝોનમાં આ સૌથી મોટી છટણી હશે. આઉટલેટ અનુસાર, અસરગ્રસ્ત ટીમોના મેનેજરોએ છટણી ઇમેઇલ પ્રાપ્ત કરનારા કર્મચારીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી તે અંગે વિશેષ તાલીમ મેળવી છે.

કયા વિભાગોને અસર થશે?

અમેઝોન છેલ્લા બે વર્ષથી વિવિધ વિભાગોમાં કેટલાક કર્મચારીઓને છટણી કરી રહ્યું છે. આ અઠવાડિયાથી શરૂ થતી નવી છટણી માનવ સંસાધન (HR), ડિવાઈસ અને સર્વિસ અને કામગીરી વિભાગોને અસર કરશે. અમેઝોનના CEO એન્ડી જેસીએ જૂનમાં જણાવ્યું હતું કે કંપની AIનો ઉપયોગ વધારી રહી છે. આનાથી વધુ નોકરીઓ ગુમાવી શકાય છે, ખાસ કરીને પુનરાવર્તિત કાર્યોની જરૂર હોય તેવા.

એક અહેવાલ મુજબ, પેરામાઉન્ટ-સ્કાયડાન્સ બુધવારથી આશરે 1000 કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ પગલું બંને કંપનીઓ વચ્ચેના 8.4 મિલિયન ડોલરના મર્જર બાદ ઉઠાવવામાં આવી રહ્યું છે. આ છટણી પેરામાઉન્ટના કુલ કાર્યબળના આશરે 5 ટકા હશે. ડિસેમ્બર 2024 સુધીમાં પેરામાઉન્ટ પાસે લગભગ 18,600 કાયમી અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ અને 3500 પ્રોજેક્ટ-આધારિત કામદારો હતા. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ પેરામાઉન્ટ-સ્કાયડાન્સની 60 મિલિયન ડોલરની ઓફરને નકારી કાઢ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં ડેવિડ એલિસનની કંપની સ્કાયડાન્સ હજુ પણ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.