ઘણી વખત ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા બેન્ક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ ATM મશીનમાંથી રોકડા રૂપિયા બહાર આવતા નથી. મોટાભાગના લોકો તેમના પૈસા માટે ચિંતિત થઈ જાય છે. જો કે, આવી પરિસ્થિતિઓમાં તમારા પૈસા પાછા મળી શકે છે. બેંક 5 વર્કિંગ ડેમાં તમારા પૈસા પરત કરે છે. જો આવું ન થાય તો તમે વળતરનો દાવો કરી શકો છો. તમારા પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય અને બેંક સમયસર તમારા પૈસા પાછા ન આપે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો અને વળતર મેળવી શકો છો. તમે RBIના CSMમાં ફરિયાદ નોંધાવી શકો છો. અહીં સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવી છે. 

જો તમારા પૈસા પાછા ન આવે તો તમે ફરિયાદ કરી શકો છો.

આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને લોકોને પરેશાન કરે છે. જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો અને મશીન ખરાબ થાય છે ત્યારે તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ તમને રોકડ મળતી નથી. આવી પરિસ્થિતિઓમાં બેન્ક  ટૂંકા સમયમાં તમારા પૈસા પરત કરે છે. જો કે, જો તમારા પૈસા પાછા ન આવે તો તમે નીચેના સ્ટેપને ફોલો કરીને  ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ નોંધાવવા માટે આ સ્ટેપને ફોલો કરો 

જો પૈસા કપાઈ જાય અને પ્રાપ્ત ન થાય તો પૈસા કપાયા હોય તેને મેસેજને તમારા ફોનમાં સાચવો.

ATMનું લોકેશન, તારીખ અને સમય નોંધો.

તમારી બેન્કની મોબાઇલ એપ્લિકેશન, નેટબેંકિંગ અથવા કસ્ટમર કેર મારફતે 24 થી 48 કલાકની અંદર ફરિયાદ નોંધાવો.

RBI ના નિયમો અનુસાર, બેંકો કટ થયેલા રૂપિયાને પાંચ વર્કિગ ડેમાં પરત કરી દે છે 

જો પૈસા પરત ન થાય તો RBIની Complaint Management System (CMS) એટલે કે cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવો.ધ્યાનમાં રાખો કે જો બેન્ક RBIની સમયમર્યાદા પછી પણ પૈસા પરત ન કરે, તો તમારા ખાતામાં પૈસા જમા ન થાય ત્યાં સુધી તમને દરરોજ 100 નો દંડ મળવો જોઈએ. આ નિયમ ગ્રાહકોને રાહત આપવા માટે બનાવવામાં આવ્યો હતો.