Baba Vanga gold prediction: બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વાંગા એ વર્ષ 2026 માં સોનાના ભાવ માં જોરદાર ઉછાળો આવવાની આગાહી કરી છે. તેમના મતે, આગામી વર્ષોમાં મોટી વૈશ્વિક ઉથલપાથલ અને બજારમાં મંદી નો ભય સોનાના ભાવને નવા રેકોર્ડ સ્તરે લઈ જશે. બજાર નિષ્ણાતો માને છે કે જો બાબા વાંગાની આ આગાહી સાચી ઠરે, તો સોનાના ભાવમાં 25% થી 40% નો વધારો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે 2026 માં દિવાળી સુધીમાં સોનાનો ભાવ ₹1,62,500 થી ₹1,82,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે પહોંચવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, લાંબા ગાળા માટે સોનાની તેજીની અપેક્ષા છે.
વૈશ્વિક કટોકટી અને બાબા વાંગાની સોનાની ભવિષ્યવાણી
છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી ભારતીય બજારમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, રોકાણકારોનું ધ્યાન હવે 2026 માં સોનાની વધઘટ પર છે. આ દરમિયાન, પ્રખ્યાત રહસ્યવાદી બાબા વાંગા ની ભવિષ્યવાણીએ સોનાના રોકાણકારોમાં ચર્ચા જગાવી છે.
બાબા વાંગા નું અનુમાન છે કે વર્ષ 2026 માં વિશ્વભરમાં મોટી આર્થિક ઉથલપાથલ સર્જાઈ શકે છે, જેના કારણે વૈશ્વિક મંદી નો ભય પેદા થશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બજારમાં અસ્થિરતા આવે છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે સોના તરફ વળે છે, જેના કારણે તેની માંગ અને ભાવમાં વધારો થાય છે. બાબા વાંગાના મતે, આ આગામી કટોકટી સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો લાવી શકે છે.
નિષ્ણાતોનું અનુમાન: ભાવમાં 40% સુધીનો વધારો શક્ય
બજારના નિષ્ણાતો માને છે કે જો બાબા વાંગાની ભવિષ્યવાણી સાચી પડે અને વૈશ્વિક સ્તરે કોઈ મોટી કટોકટી ઊભી થાય, તો સોનાના ભાવમાં 25% થી 40% સુધીનો વધારો થઈ શકે છે.
વર્તમાન ભાવને ધ્યાનમાં લેતા, આ ભારે ઉછાળાનો અર્થ એ છે કે 2026 માં દિવાળીના તહેવાર સુધીમાં સોનાનો ભાવ વધીને ₹1,62,500 થી ₹1,82,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે પહોંચી શકે છે. આ આંકડો સોના માટે નવો સર્વોચ્ચ રેકોર્ડ બનાવવાની સંભાવના ધરાવે છે.
તાજેતરની સ્થાનિક બજારની સ્થિતિ જોઈએ તો, 24 ઓક્ટોબર, સોમવાર ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બર ની સમાપ્તિ સાથેનો સોનાનો વાયદો ₹1,23,587 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યો હતો અને વેપારના અંતે તે ઘટીને ₹1,23,451 પર બંધ થયો. શુક્રવારે, MCX પર સોનું ₹1,24,239 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જોકે તે પહેલાં દિવાળી પહેલાં ભાવ ₹1,30,000 સુધી પહોંચી ગયો હતો. હાલમાં ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રોકાણકારોની નજર આગામી સમયમાં થનારી વધઘટ પર ટકેલી છે.