શોધખોળ કરો

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?

Bad Loans Write Off: લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડેટાને ટાંકીને મહત્વની માહિતી આપી હતી.

Bad Loans Write Off: સંસદના શિયાળુ સત્ર દરમિયાન બેંકિંગ સેક્ટરની કામગીરી અને ખરાબ લોન (NPA) અંગે મહત્વની ચર્ચા થઈ હતી. એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું હતું કે દેશની જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 6.15 લાખ કરોડ રૂપિયાની લોન ‘રાઈટ-ઓફ’ કરી છે (માંડી વાળી છે). જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા માત્ર બેલેન્સ શીટ સુધારવા માટે છે અને તેનાથી લોન લેનારની જવાબદારી ખતમ થતી નથી.

છેલ્લા 5 વર્ષનો હિસાબ: 6 લાખ કરોડથી વધુની લોન માંડી વાળી

લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડેટાને ટાંકીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષ અને વર્તમાન નાણાકીય વર્ષ (30 સપ્ટેમ્બર, 2025 સુધી) માં જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ 6,15,647 કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. સામાન્ય રીતે બેંકો RBI ની માર્ગદર્શિકા મુજબ જે લોન માટે 4 વર્ષ સુધી પૂર્ણ જોગવાઈ કરી હોય, તેને બેલેન્સ શીટમાંથી હટાવવા માટે આ પ્રક્રિયા કરે છે.

સરકારી તિજોરીમાંથી મદદની જરૂર નથી: બેંકો બની આત્મનિર્ભર

જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું સરકાર બેંકોમાં નવી મૂડી નાખવાની યોજના ધરાવે છે? ત્યારે તેમણે સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 થી સરકારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માં કોઈ વધારાની મૂડી રોકી નથી. હવે બેંકો નફાકારક બની છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત છે. 1 એપ્રિલ, 2022 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીના સમયગાળામાં સરકારી બેંકોએ માર્કેટમાંથી ઇક્વિટી અને બોન્ડ દ્વારા જાતે જ 1.79 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે.

‘રાઈટ-ઓફ’ એટલે લોન માફી નહીં: વસૂલાત તો ચાલુ જ રહેશે

ઘણા લોકો ‘રાઈટ-ઓફ’ (Write-off) ને લોન માફી (Waiver) સમજે છે, પરંતુ નાણા રાજ્યમંત્રીએ આ ગેરસમજ દૂર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોન માંડી વાળવાનો અર્થ એ નથી કે લોન લેનારની જવાબદારી પૂરી થઈ ગઈ. બેંકો દ્વારા લોન વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. બેંકો સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT), SARFAESI એક્ટ અને NCLT જેવા કાયદાકીય માર્ગો દ્વારા ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલવાના પ્રયાસો જારી રાખે છે.

તરલતા પર અસર અને બેલેન્સ શીટની સફાઈ

બેંકોની લિક્વિડિટી (તરલતા) પર આ નિર્ણયની શું અસર પડશે? તેવા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બેડ લોન માટે બેંકો પહેલાથી જ જોગવાઈ (Provisioning) કરી ચૂકી હોય છે. રાઈટ-ઓફ એ માત્ર એક એકાઉન્ટિંગ પ્રક્રિયા છે જેમાં કોઈ વાસ્તવિક રોકડ પ્રવાહ (Cash flow) હોતો નથી, તેથી બેંકોની તરલતા યથાવત રહે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ બેંકોની બેલેન્સ શીટને સ્વચ્છ કરવાનો, કર લાભો મેળવવાનો અને રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
PM Kisan: ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ, આ રીતે ચેક કરો તમારુ નામ?
Meta Layoffs 2026: મેટાએ કરી 1000થી વધુ કર્મચારીઓની છટણી, AI પર કેન્દ્રિત કર્યું ધ્યાન
Meta Layoffs 2026: મેટાએ કરી 1000થી વધુ કર્મચારીઓની છટણી, AI પર કેન્દ્રિત કર્યું ધ્યાન
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
Embed widget