Bajaj Housing Finance:  બજાજ હાઉસિંગ ફાઈનાન્સ(Bajaj Housing Finance)ના આઈપીઓની શેરબજારમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે કંપનીએ તેના રૂ. 6500 કરોડથી વધુના આઈપીઓ (IPO)ની તારીખો જાહેર કરી છે. તમે સોમવાર, 9 સપ્ટેમ્બરથી બુધવાર, 11 સપ્ટેમ્બર સુધી આ બીગ આઈપીઓ (IPO)માં સબ્સ્ક્રાઇબ કરી શકશો. આ IPOમાં કંપની ફ્રેશ ઈશ્યુ સાથે ઓફર ફોર સેલ જારી કરશે. આ આઈપીઓ (IPO) ની સફળતા પહેલાથી જ ગ્રે માર્કેટમાં દેખાઈ રહી છે. તેની જીએમપી પ્રાઇસ બેન્ડ તેના આગમન પહેલા જ રૂ. 65 પર પહોંચી ગઈ છે.


રૂ. 3,560 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને રૂ. 3000 કરોડનો ઓફર ફોર સેલ
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ(Bajaj Housing Finance)ના આ રૂ. 6,560 કરોડના IPOમાં રૂ. 3,560 કરોડનો ફ્રેશઈશ્યુ અને રૂ. 3000 કરોડના ઓફર ફોર સેલ સામેલ છે. બજાજ ગ્રુપ દ્વારા સમર્થિત આ કંપનીના IPOની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. IPOની પ્રાઇસ બેન્ડ 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. આ IPO દ્વારા કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો તેમનો હિસ્સો ઘટાડશે. તેની એન્કર બુક 6 સપ્ટેમ્બર, શુક્રવારે ખુલ્લી મુકવામાં આવશે.


બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરધારકોને ક્વોટા આપવામાં આવશે
કંપનીએ કહ્યું કે બજાજ ફાઇનાન્સ  (Bajaj Finance)અને બજાજ ફિનસર્વ(Bajaj Finserv)ના શેરધારકોને ક્વોટા આપવામાં આવશે. આ IPO માટે, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સૅક્સ ઇન્ડિયા, SBI કેપિટલ માર્કેટ્સ, JM ફાઇનાન્સિયલ અને IIFL સિક્યોરિટીઝને બુક રનિંગ લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે, જ્યારે Kfin Technologiesને આ ઇશ્યૂના રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.


બજાજ ગ્રુપની આ કંપનીના 3 લાખ ગ્રાહકો છે, 20 રાજ્યોમાં બિઝનેસ છે
બજાજ હાઉસિંગ ફાઇનાન્સની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. તે વર્ષ 2015 માં નોન-ડિપોઝીટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરીકે નેશનલ હાઉસિંગ બેંક(National Housing Bank)માં નોંધાયેલ છે. આ કંપની નાણાકીય વર્ષ 2018 થી હાઉસિંગ લોન આપી રહી છે. તે બજાજ ગ્રુપનો એક ભાગ છે, જેનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપની પાસે 308,693 ગ્રાહકો હતા. તેમાંથી 81.7 ટકા હોમ લોન ગ્રાહકો છે. કંપનીની 215 શાખાઓ છે જે 20 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો અને 174 સ્થળોએ ફેલાયેલી છે.


આ પણ વાંચો...


LPG Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આજથી ગેસના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ પ્રાઈઝ