ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે રેપો રેટમાં છ મહિનાના ઘટાડાની જાહેરાતના થોડા કલાકોમાં જ બે મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકો, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક તેમના રેપો-લિંક્ડ લોન વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) ઘટાડો કર્યો છે.  આ પગલું સૂચવે છે કે અન્ય બેંકો ટૂંક સમયમાં ગ્રાહકોને સસ્તી લોન પૂરી પાડવામાં તેનું અનુસરણ કરશે.

Continues below advertisement

મુખ્ય બેંકો દ્વારા લાગુ કરાયેલા નવા દર

PTI અનુસાર, બેંક ઓફ ઈન્ડિયાએ તેનો રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RBLR) 8.35% થી ઘટાડીને 8.10% કર્યો છે, જે શુક્રવારથી અમલમાં આવશે. તેવી જ રીતે, બેંક ઓફ બરોડાએ તેના બરોડા રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) માં 6 ડિસેમ્બરથી 8.15% થી 7.90% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઇન્ડિયન બેંકે પણ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત લેન્ડિંગ રેટ (MCLR) માં 5 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 8.80% કર્યો જે 3 ડિસેમ્બરથી લાગુ થશે.

Continues below advertisement

RBIનો મોટો નિર્ણય: 'ગોલ્ડીલોક્સ' અર્થતંત્રને ટેકો આપે છે

શુક્રવારે, તેની નાણાકીય નીતિ સમીક્ષામાં, RBI એ છ મહિનામાં પ્રથમ વખત બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 5.25% કર્યો. RBI એ  બેંકિંગ સિસ્ટમમાં ₹1 લાખ કરોડની વધારાની તરલતા દાખલ કરવાનો પણ નિર્ણય કર્યો, જેનો ઉદેશ્ય "ગોલ્ડીલોક્સ" (સંતુલિત અને સ્થિર વૃદ્ધિ) અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.   RBI ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળના છ સભ્યોના MPC એ સર્વાનુમતે આ નિર્ણય લીધો. સમિતિએ તેનું તટસ્થ વલણ જાળવી રાખ્યું, જેનાથી ભવિષ્યમાં વધુ દર ઘટાડાની શક્યતા ખુલ્લી રહી.

ગ્રાહકોની માંગને વેગ આપશે

આરબીઆઈનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારત વૈશ્વિક આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% ઊંચા ટેરિફ દરનો સમાવેશ થાય છે. રેપો રેટમાં ઘટાડો ગ્રાહકોની માંગને વેગ આપશે, રોકાણ આકર્ષિત કરશે અને જીએસટી સિસ્ટમમાં સુધારા, શ્રમ નિયમોને સરળ બનાવવા અને નાણાકીય ક્ષેત્રના નિયમોને સરળ બનાવવાના સરકારના પ્રયાસોને મજબૂત ટેકો આપશે. 

અર્થતંત્રની ગોલ્ડીલોક ઝોનમાં એન્ટ્રી 

છેલ્લા બે મહિનાની નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, "ઓક્ટોબર 2025 ની પોલિસી બાદ ઇકોનોમીમાં મોંઘવારીને ઓછી થતાં જોઇ શકાય છે.. વર્તમાન વૃદ્ધિ-ઇન્ફેલેશન ડાયનામિકસ એક દુર્લભ ગોલ્ડીલોક પિરિયડ દર્શાવે છે, જેમાં વૃદ્ધિ મજબૂત બની રહે છે."