બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે તેની ફિક્સ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે બેંક ઓફ બરોડાની FD મેળવવા પર ગ્રાહકોને આ ઊંચા વ્યાજ દરનો લાભ મળશે. બેંકે 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દરો અનુસાર હવે ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 2.80 થી 5.35ના દરે વ્યાજ મળશે. આ નવા વ્યાજ દરો પણ 22 માર્ચ 2022થી લાગુ કરવામાં આવ્યા છે.


10 બેસિસ પોઈન્ટનો વધારો


બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને જાણ કરી છે કે રૂ. 2 કરોડથી ઓછીની FD પર, બેંક હવે 1 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમય માટે 10 બેસિસ પોઈન્ટ વધારીને 5.35 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. અગાઉ બેંક આ સમયગાળા માટે 5.25 ટકા વ્યાજ દર ઓફર કરતી હતી. 10 બેસિસ પોઈન્ટના વધારા પછી ગ્રાહકોને FD પર વધુ સારું વળતર મળશે.


બેંક ઓફ બરોડા 2 કરોડથી ઓછી FD પર વ્યાજ દર


7 થી 14 દિવસની FD - 2.8 ટકા


15 થી 45 દિવસની FD - 2.8 ટકા


46 થી 90 દિવસ - 3.7 ટકા


91 થી 180 દિવસ - 3.7 ટકા


181 થી 270 દિવસ - 4.3 ટકા


271 થી 1 વર્ષથી ઓછા - 4.4 ટકા


1 વર્ષ - 5 ટકા


1 વર્ષ થી 400 દિવસ - 5.2 ટકા


400 દિવસથી 2 વર્ષ - 5.2 ટકા


2 વર્ષથી 3 વર્ષ - 5.2 ટકા


3 વર્ષથી 5 વર્ષ - 5.35 ટકા


5 વર્ષથી 10 વર્ષ - 5.35 ટકા


બેંક ઓફ બરોડા સિનિયર સિટીઝનનો 2 કરોડથી ઓછી FD પર વ્યાજ દર


7 થી 14 દિવસની FD - 3.3 ટકા


15 થી 45 દિવસની FD - 3.3 ટકા


46 થી 90 દિવસ - 4.2 ટકા


91 થી 180 દિવસ - 4.2 ટકા


181 થી 270 દિવસ - 4.8 ટકા


271 થી 1 વર્ષથી ઓછા - 4.9 ટકા


1 વર્ષ - 5.5 ટકા


1 વર્ષ થી 400 દિવસ - 5.7 ટકા


400 દિવસથી 2 વર્ષ - 5.7 ટકા


2 વર્ષથી 3 વર્ષ - 5.7 ટકા


3 વર્ષથી 5 વર્ષ - 6 ટકા


5 વર્ષથી 10 વર્ષ - 5.35 ટકા


તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICIએ પણ ગ્રાહકોને ભેટ આપતા 2 થી 5 કરોડ રૂપિયાની FD પર 5 થી 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.