Bank of Baroda FD Rates Hike: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. બેંકે તેમની 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંકે તેમના અલગ-અલગ સમયગાળા પર તેના FD વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20%નો વધારો કર્યો છે. આ નવા દર 13 સપ્ટેમ્બર 2022થી અમલમાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક તેના રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. મે, જૂન અને ઓગસ્ટ મહિનામાં આરબીઆઇએ કુલ 1.50 ટકાનો વધારો થયો છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારાની સીધી અસર બેંક દ્વારા ઓફર કરવામાં આવતી ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણી બેંકોએ તેમના સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સાથે લોકોને લોન પર પણ વધુ વ્યાજ ચૂકવવું પડે છે. જેના કારણે ગ્રાહકો પર EMIનો બોજ પણ વધી રહ્યો છે. વધતા રેપો રેટને ધ્યાનમાં રાખીને બેંક ઓફ બરોડાએ પણ તેના FD દરમાં વધારો કર્યો છે. બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3.00% થી 5.50% વ્યાજ દર ઓફર કરે છે. જો તમે પણ બેંકમાં FD કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને તેના વ્યાજ દરો વિશે માહિતી આપી રહ્યા છીએ.
2 કરોડથી ઓછીની FD પર ઉપલબ્ધ વ્યાજ દર
7-14 દિવસ FD-3.00 ટકા
15-45 દિવસ FD-3.00 ટકા
46-90 દિવસ FD-4.00 ટકા
91-180 દિવસની FD - 4.00 ટકા
181-270 દિવસની FD - 4.65 ટકા
271-1 વર્ષથી ઓછા સમયની એફડી- 4.65 ટકા
1 વર્ષ FD-5.50 ટકા
1 થી 400 દિવસની FD - 5.50 ટકા
400 દિવસથી 2 વર્ષ - 5.50 ટકા
2 થી 3 વર્ષની FD - 5.55 ટકા
3 થી 5 વર્ષની FD - 5.65 ટકા
5 થી 10 વર્ષની FD - 5.65 ટકા
આ વ્યાજ દર બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ પર મળે છે
બેંક ઓફ બરોડાએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ ડિપોઝીટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમનું નામ બરોડા તિરંગા ડિપોઝીટ સ્કીમ છે. આ યોજના હેઠળ બેંક દેશના સામાન્ય નાગરિકોને 444 દિવસના સમયગાળા માટે 5.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ સિવાય સામાન્ય નાગરિકોને 555 દિવસની FD પર 6.00 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 444 દિવસની FD પર સામાન્ય નાગરિકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. આ કિસ્સામાં આ સમયગાળાની FD પર 6.25 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે. બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકોને 555 દિવસની FD પર 6.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.
ઘણી બેંકોએ FDના દરમાં વધારો કર્યો
રેપો રેટમાં સતત વધારાની સીધી અસર બેંકના એફડી દરો પર પડી રહી છે. તાજેતરના સમયમાં એક્સિસ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક જેવી ઘણી બેંકોએ તેમના એફડી દરોમાં વધારો કર્યો છે. એક્સિસ બેંકે તેની 2 કરોડથી ઓછી FD પર 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નવા દર 9 સપ્ટેમ્બર 2022થી અમલમાં આવ્યા છે.