best stocks for 2026: વર્ષ 2025 ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે ચઢાવ-ઉતાર ભરેલું રહ્યું છે. જોકે, હવે રોકાણકારોની નજર નવા વર્ષ 2026 પર મંડાયેલી છે. બજારના દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે (Motilal Oswal) આગામી વર્ષ માટે એવા 5 દમદાર શેરો પસંદ કર્યા છે, જે રોકાણકારોને તગડું વળતર આપી શકે છે. જેમાં બેંકિંગથી લઈને ટેક અને ઓટો સેક્ટરના શેરોનો સમાવેશ થાય છે.

Continues below advertisement

2025 ની વોલેટિલિટી બાદ હવે કમાણીનો સમય

નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે રોકાણકારો (Investors) હવે સુરક્ષિત અને વધુ નફો આપતા શેરોની શોધમાં છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના મતે, 2026 નું વર્ષ માત્ર તેજીનું નહીં પરંતુ 'કમાણીમાં સુધારા' અને 'સ્થિર વૃદ્ધિ'નું વર્ષ બની રહેશે. તેમણે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા 5 શેરોનું લિસ્ટ જાહેર કર્યું છે.

Continues below advertisement

1. ભારતી એરટેલ (Bharti Airtel)

ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની ભારતી એરટેલ પર બ્રોકરેજ હાઉસ બુલિશ છે. નાણાકીય વર્ષ 2025 થી 2028 વચ્ચે કંપનીની આવક અને EBITDA ગ્રોથ અનુક્રમે 15% અને 18% રહેવાનો અંદાજ છે.

ટાર્ગેટ પ્રાઈસ (Target Price): 2,365 રૂપિયા

સંભવિત વળતર: વર્તમાન ભાવથી આશરે 12% નો ઉછાળો જોવા મળી શકે છે.

2. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પણ આ લિસ્ટમાં સામેલ છે. નાણાકીય વર્ષ 2027 માં બેંકનો RoA 1.1% અને RoE 15.5% રહેવાની ધારણા છે.

ટાર્ગેટ પ્રાઈસ: 1,100 રૂપિયા

સંભવિત વળતર: વર્તમાન લેવલથી શેરના ભાવમાં 14% નો વધારો થઈ શકે છે.

3. HCL ટેક્નોલોજીસ (HCL Tech)

આઈટી સેક્ટર (IT Sector) માં HCL ટેક તેની ખાસ એન્જિનિયરિંગ અને R&D સેવાઓને કારણે અલગ પડે છે. ખાસ કરીને કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સોલ્યુશન્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ટાર્ગેટ પ્રાઈસ: 2,150 રૂપિયા

સંભવિત વળતર: આ શેરમાં રોકાણકારોને 29% જેટલું જંગી વળતર મળી શકે છે.

4. ઝોમેટો (Zomato - Eternal)

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (જે હવે 'ઈટર્નલ' હેઠળ આવે છે) રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવી શકે છે. કંપનીમાં સતત થઈ રહેલું રોકાણ અને સુધરતા EBITDA માર્જિનને કારણે બ્રોકરેજ પોઝિટિવ છે.

ટાર્ગેટ પ્રાઈસ: 410 રૂપિયા

સંભવિત વળતર: અહીં સૌથી વધુ 46% સુધીના રિટર્નની શક્યતા દર્શાવવામાં આવી છે.

5. ટીવીએસ મોટર (TVS Motor)

ઓટો સેક્ટરમાં ટુ-વ્હીલર અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV Segment) માં વધતા માર્કેટ શેરને કારણે TVS મોટર મજબૂત દેખાઈ રહી છે. આફ્રિકા અને લેટિન અમેરિકામાં નિકાસ વધવાથી કંપનીને ફાયદો થશે.

ટાર્ગેટ પ્રાઈસ: 4,159 રૂપિયા

સંભવિત વળતર: વર્તમાન ભાવથી 14% ની તેજી જોવા મળી શકે છે.

(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.)