LPG Crisis Bihar: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખી દુનિયાની સાથે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. દેશમાં ઈંધણ અને ખાસ કરીને રસોઈ ગેસની (LPG) ભારે અછત સર્જાઈ છે. આ કટોકટીના સમયમાં સામાન્ય માણસને રાહત આપવા માટે બિહાર સરકારે એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકો પાસે ગેસનો બાટલો નથી, તેમને રસોઈ બનાવવા માટે હવે રાશનની દુકાનો પરથી 'ફ્યુઅલ બેકઅપ' તરીકે કોલસો આપવામાં આવશે. આ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને 100 કિલો કોલસો મળશે, જેથી ગેસ ન હોવા છતાં તેમના ઘરનો ચૂલો સળગતો રહે અને જમવાનું સરળતાથી બની શકે.

Continues below advertisement

બિહાર સરકારનો જનતાને રાહત આપતો નિર્ણય

Continues below advertisement

વાત જાણે એમ છે કે, દેશભરમાં અત્યારે ઘરેલુ ગેસની અછતને કારણે લોકો પરેશાન છે. દરેક રાજ્ય સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવા મથી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે એક ડગલું આગળ વધીને નક્કી કર્યું છે કે તેઓ રાશનની દુકાનો (PDS) મારફતે લોકોને કોલસો પૂરો પાડશે. આ કોલસો LPG ગેસના વૈકલ્પિક બળતણ તરીકે કામ કરશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને બહુ મોટી રાહત મળશે.

કોલસો કેવી રીતે અને કોને મળશે?

હવે તમને સવાલ થતો હશે કે આ કોલસો કોને અને કેવી રીતે મળશે? તો તમને જણાવી દઈએ કે, આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે રેશનકાર્ડ હોવું ફરજિયાત છે. અત્યારે સરકારે રેશનકાર્ડ વગરના લોકો માટે કોઈ ગાઈડલાઈન કે નિયમ જાહેર કર્યા નથી.

આ સુવિધા ખાસ કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે.

નિયમ મુજબ, દરેક રેશનકાર્ડ ધારક પરિવારને અંદાજે 100 કિલો કોલસો પૂરો પાડવામાં આવશે.

રાશનની દુકાન સુધી કોલસો કેવી રીતે પહોંચશે?

સરકારે આ કોલસો લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આખું પ્લાનિંગ ગોઠવી દીધું છે:

સૌથી પહેલા કોલ ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ પાસેથી સરકાર મોટા પાયે કોલસો ખરીદશે.

ત્યારબાદ આ કોલસો હોલસેલ વેપારીઓ (જથ્થાબંધ વેપારીઓ) પાસે પહોંચાડવામાં આવશે.

ત્યાંથી સપ્લાય ચેઈન દ્વારા તેને અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવશે.

અને છેલ્લે, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) દ્વારા આ કોલસો તમારા ઘરની નજીક આવેલી રાશનની દુકાનો પર પહોંચશે.

સાવ સીધી અને સરળ ભાષામાં કહીએ તો, જેવી રીતે તમે દુકાનદારને તમારું રેશનકાર્ડ બતાવીને ઘઉં ચોખા લાવો છો, બરાબર એવી જ રીતે હવે તમને રાશનની દુકાનેથી કોલસો પણ મળી જશે.