તમે ઘરે બેઠાં બેઠાં આધાર સેવા કેન્દ્ર માટે ઓનલાઇન માધ્યમથી અપૉઇન્ટમેન્ટ બુક કરી શકો છો. વ્યક્તિ UIDAI થી ઓનલાઇન અપૉઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તમે તમારુ નજીકનુ સેવા કેન્દ્ર પસંદ કરી શકો છો. પછી ભલે આધાર કાર્ડ માટે અરજી કરવાની હોય કે હાલના આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય. તમારે લાઇનોમાં ઉભા રહેવાનુ જરૂર નહીં પડે.
આધાર સેવા કેન્દ્ર માટે અપૉઇન્ટમેન્ટ બુક કઇ રીતે કરશો?
અપૉઇન્ટમેન્ટ બુક કરવા માટે www.uidai.gov.in પર જાઓ.
"My Aadhaar" ડ્રૉપ-ડાઉન મેનૂ ઓપ્શન પર જાઓ અને ત્યાંથી "બુક અપૉઇન્ટમેન્ટ" પર ક્લિક કરો.
ડ્રૉપ-ડાઉન મેનૂમાંથી શહેર અને સ્થળની તમારે પસંદગી કરવી પડશે પછી "Proceed to Book Appointment" પર ક્લિક કરી દો.
પોતાનો મોબાઇલ નંબર નોંધો, અને એક OTP તમને વેરિફિકેશન માટે મોકલવામાં આવશે.
આધાર વિવરણ અને વ્યક્તિગત જાણકારી જમા કરો.
પોતાની પસંદગીની તારીખ અને સમય સિલેક્ટ કરો.
તમને બુકિંગ નિયુક્તિનો નંબર આપવામાં આવશે.
આધાર સેવા કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રના સમાન છે, એક ટૉકન સિસ્ટમ છે, જેમાં અરજીકર્તાએ પહેલા એક ટૉકન પ્રાપ્ત કરવાની આવશ્યકતા રહે છે.