Continues below advertisement

Top 5 Business Ideas:જો તમે પણ ઓફિસની સવારની દોડાદોડી, બોસના ઠપકો, ટારગેનું પ્રેશર અને ઇન્ક્રીમેન્ટ ન મળવાના તણાવથી પરેશાન છો, તો હવે તમારા માટે કંઈક મોટું કરવાનો સમય આવી છે. 2026 ની શરૂઆત ફક્ત એક નવું વર્ષ જ નહીં, પણ તમારા માટે એક નવી શરૂઆત પણ બની શકે છે. એક એવી શરૂઆત જ્યાં તમે તમારા પોતાના બોસ છો, સમય તમારો છે અને કમાણી તમારી ઇચ્છા મુજબ હશે, સૌથી મોટી વાત એ છે કે, આ વ્યવસાયો શરૂ કરવા માટે ન તો મોટી જગ્યાની જરૂર છે કે ન તો મોટી રકમની. જો તમે નાના શહેર, નગર કે ગામમાં રહેતા હોવ તો પણ, આ 5 વ્યવસાયો તમને લાખો કમાવી શકે છે. ચાલો જાણીએ ટોપ ફાઇવ બિઝનેસ આઇડિયા.

ક્લાઉડ કિચન

Continues below advertisement

જો તમે કુકિંગમાં પાવરધા છો તો પણ સારી આવકની ખાતરી છે. આજકાલ, લોકો બહાર ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેઓ હજુ પણ ઘર જેવું સ્વાદ ચાહે છે. ક્લાઉડ કિચન માટે ફક્ત થોડી જગ્યા, કેટલાક મૂળભૂત રસોડાના સાધનો અને ઓનલાઈન ઓર્ડરિંગ એપ્લિકેશન્સની જરૂર પડે છે. નાના શહેરોમાં પણ તેની ડિમાન્ડ છે. કમાણી દર મહિને ₹40,000 થી ₹2 લાખ સુધીની કરી શકો છે.

બ્યુટી પાર્લરનો બિઝનેસ

આજકાલ લોકો બાહ્ય દેખાવને લઇને વધુ સભાન થઇ ગયા છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકાય તેમ છે. આ સ્થિતિમાં લોકો લૂક માટે ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર છે તો બ્યુટી પાર્લરનો કોર્ષ અને હેર ટ્રીટમેન્ટનો કોર્ષ કરીને આપ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો.આ વ્યવસાય છોકરીઓ અને મહિલાઓ માટે સૌથી સરળ અને સૌથી નફાકારક છે. મહેંદી, મેકઅપ, ફેશિયલ અને હેર સ્ટાઇલ બધું ઘરેથી શરૂ કરી શકાય છે. ગામડાઓ અને નાના શહેરોમાં લગ્નની સિઝનમાં આ બિઝનેસ ધોમ આવક કરાવે છે. કમાણી દર મહિને ₹30,000 થી ₹1.5 લાખ સુધીની હોઈ શકે છે.

ડિજિટલ માર્કેટિંગ સર્વિસ

આજે દરેક નાના વ્યવસાયને વ્યવસાયકારો ઓનલાઇન લઇ જવા માંગે છે - દુકાનો, જીમ, રેસ્ટોરન્ટ, કોચિંગ સેન્ટર - દરેકને ડિજિટલ માર્કેટિંગની જરૂર પડી રહી છે. તમે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, પોસ્ટ ડિઝાઇન અને વેબસાઇટ સેટઅપ જેવા કાર્યો કરીને શીખી શકો છો. ઘરેથી કામ કરીને અને ગ્રાહકોનું મોટું નેટવર્ક બનાવીને દર મહિને ₹50,000 થી ₹3 લાખ સુધીની કમાણી કરી શકાય છે.

YouTube અને Instagram ક્રિએટર

આજે, ગામડાનું યુથ પણ YouTube પર લાખોની કમાણી કરી રહ્યું છે. રસોઈ, ખેતી, કૂકિગ, ટ્રાવેલ જેવા ગમતા વિષય પસંદ કરીને આપ આપની યુટ્યૂબ ચેનલ બનાવી શકો છો.આ માધ્યમથી આપ આપની સ્કિલ મુજબ પૈસા કમાઇ શકો છો.

પશુપાલનનો વ્યવસાય અને ડેરી ઉદ્યોગ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં, ગાય અને ભેંસોને દૂધ ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્યવસાય ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-રોજગાર પૂરું પાડે છે. આ વિષયનું થોડી નોલેજ હોય તો આપ પશુ પાલનનો વ્યવસાય શરૂ કરીને લાખોમાં કમાણી કરી શકો છો, આ સાથે ડેરી ઉદ્યોગ પણ આપને માસિક સારી એવી કમાણી કરી આપે છે.