નવી દિલ્હીઃ  Bajaj Autoએ ભારતમાં BS6 Platina 100 લોન્ચ કરી દીધી છે. આ બાઈક બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં પ્લેટિના 100ની કિક સ્ટાર્ટ કિંમત 47,763  રૂપિયા છે. જ્યારે ઈલેક્ટ્રિક સ્ટાર્ટની કિંમત 55,546 રૂપિયા છે. આ બંને કિંમત એક્સ શો રૂમ દિલ્હી છે.


પ્લેટિના 100ના એન્જિનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. Plation 100માં 102ccનું સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 7.7bhpનો પાવર અને 8.34NMનો ટોર્ક આપે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.

બજાજ ઓટોએ વોરંટી અને ફ્રી સર્વિસની મુદત 31 જુલાઈ, 2020 સુધી વધારી દીધી છે. જે વાહનની વોરંટી અને ફ્રી સર્વિસનો સમયગાળો 20 માર્ચથી 31 મે, 2020 વચ્ચે ખતમ થતો હોય તેમના માટે વોરંટી વધારવામાં આવી છે.

નવી બાઈકમાં ટિંટેડ વિંડસ્ક્રીન અને એલઈડી ડીઆરએલ હેડલેંપ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટની ડિઝાઇન પણ આકર્ષક બનાવવામાં આવી છે.
 BS6 Platina 100નો  મુકાબલો TVS Sports સાથે થશે. જે આ સેગમેન્ટમાં સૌથી સ્પોર્ટી બાઇક છે. ટીવીએસ સ્પોર્ટમાં 99.77 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 5.5KW પાવર અને 7.8NMનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 4 સ્પીડ ગિયર આપવામાં આવ્યા છે. દિલ્હીમાં તેની કિંમત (એક્સ શો રૂમ) 40 હજાર રૂપિયા છે.