BSNL એક પછી એક રિચાર્જ પ્લાન લોન્ચ કરી રહ્યું  છે, જે સસ્તા હોવા ઉપરાંત યુઝર્સને ઘણો ફાયદો પણ આપી રહ્યા છે. સરકારી ટેલિકોમ કંપની BSNL આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, કારણ કે BSNL અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં ઘણા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. આ ઉપરાંત દેશમાં BSNLની 4G સેવા પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. BSNL 4G સેવા માટે ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે. ચાલો જાણીએ BSNLના ત્રણ સસ્તા પ્લાન વિશે.


BSNL રૂ 345 નો પ્લાન


BSNLનો આ પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝરને દરરોજ 1GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે.



BSNL રૂ 347 નો પ્લાન


BSNLનો આ પ્લાન 54 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય પ્લાનમાં Zing મ્યુઝિક અને BSNL ટ્યુનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવ્યો છે.


BSNL રૂ 397 નો પ્લાન


BSNLનો આ પ્લાન 150 દિવસની વેલિડિટી સાથે આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝરને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ આપવામાં આવશે. BSNLના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ 150 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં આ ફ્રી સર્વિસ માત્ર પહેલા 30 દિવસ માટે જ એક્ટિવ રહેશે. 30 દિવસ પછી, યુઝરને લોકલ કૉલ્સ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ અને STD કૉલ્સ માટે 1.3 રૂપિયા પ્રતિ મિનિટ ખર્ચવા પડશે. આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે કે જેઓ ઓછા ખર્ચે તેમના નંબરને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માંગે છે.   


1 ઓક્ટોબરથી આ નિયમોમાં થશે બદલાવ, જાણો તમારા પર શું થશે તેની અસર