મુંબઇઃ કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારની સ્થિતિ ખરાબ છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત એકવાર ફરી મોટા ઘટાડા સાથે થઇ હતી. બપોરે  2:40 વાગ્યે સેન્સેક્સમાં 3100 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટી 950 અંક તૂટ્યો હતો. આ ઘટાડા સાથે સેન્સેક્સ 32600થી નીચે આવી ગયો હતો જ્યારે નિફ્ટી 9500 પોઇન્ટ પહોંચી ગયો હતો.

નોંધનીય છે કે આ શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટો ઘટાડો હતો. કોઇ એક દિવસે શેરબજારમાં આટલી મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. એક જ દિવસમાં રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું હતું.

નિષ્ણાંતોના મતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરતા વૈશ્વિક આર્થિક મંદીની આશંકાના કારણે આ ઘટાડો નોંધાયો છે.