Gold Rate: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. ભારતની અર્થવ્યવસ્થા પણ ડગમગી રહી છે, જેના કારણે રોજિંદા વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો આવ્યા છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ પણ વધી શકે છે.
વાસ્તવમાં તાજેતરમાં જ બિઝનેસ ટુડે સાથે પાઈનટ્ટ્રી મેક્રોના સ્થાપક રિતેશ જૈને વાતચીત કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે સોનાના ભાવનું કનેક્શન હવે આવક વૃદ્ધિ સાથે પણ તૂટતું જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, "જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં થયેલા વધઘટને જોશો પછી ભલે તે યુએસ ડોલરમાં હોય કે ભારતીય રૂપિયામાં, તો આવકમાં અનુરૂપ વધારો થયો નથી. વૈશ્વિક સ્તરે વાસ્તવિક વેચાણમાં કોઈ સુધારો થયો નથી."
રિતેશે આગળ સમજાવ્યું કે લોકો પહેલાથી જ સોનાની ગુણવત્તા સાથે તેની કિંમતને કારણે સમાધાન કરી રહ્યા છે. "તમે પહેલાથી જ લોકોને 24-કેરેટથી 22-કેરેટ, 16-કે 12-કેરેટ સોના તરફ જતા જોઈ રહ્યા છો," રિતેશ કહ્યું. "શુદ્ધ સોનું સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યું છે."
આ પણ વાંચોઃ સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનાના ભાવ તેમના ટોચના સ્તરથી નોંધપાત્ર રીતે ઘટી ગયા છે. MCX તેના ઓલ ટાઈમ હાઈ ₹2,02,984 થી લગભગ 26% (આશરે ₹53,000 પ્રતિ 10 ગ્રામ) ઘટી ગયું છે. બજારમાં કોઈ મોટા નવા ટ્રિગર્સ ન હોવાથી કિંમતો હાલમાં ખૂબ ધીમે ધીમે વધી રહી છે જ્યારે થોડી રિકવરી આવી છે, ત્યારે ઊંચા સ્તરે વેચાણ ચાલુ છે, જેના કારણે કિંમતો વધુ વધતી અટકી રહી છે.
ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં મોટો વધારો થયો. વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ અને નબળા પડતા અમેરિકન ડોલરને કારણે સોનાના ભાવ ₹2,000 વધીને ₹1,54,800 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયા, જે 1.31 ટકાનો વધારો દર્શાવે છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પાછલા ટ્રેડિંગ સત્રમાં ₹1,52,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું એમ પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
HDFC સિક્યોરિટીઝના કોમોડિટી નિષ્ણાત સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ડોલરના નબળા પડવા અને યુએસ બોન્ડ યીલ્ડને કારણે સોનું મજબૂત બન્યું છે. તાજેતરના ઘટાડા પછી નીચા સ્તરે ખરીદીથી પણ ભાવને ટેકો મળ્યો હતો.
