નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂ આઉટલેટ પર હવે તમે તમારી જૂની કાર સીધી જ વેચી શકો છો. જૂની કાર વેચવાનો કારોબાર કરતી મારુતિ સુઝુકીના યૂનિટ 'True Value'ના કાર માલિકો માટે આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, તેનો ઉદ્દેશ ‘ટ્રૂ વેલ્યૂ’ની ક્વોલિટીવાળી જૂની કારના ખરીદ વેચાણ માટે એક જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે.

મારુતિ સુઝુકીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, તેના દ્વારા ગ્રાહકો ડિજિટલ રીકે ઘર બેઠે પોતાની કારનું મૂલ્યાંકન કરી શકશે કે તેની કેટલી વેલ્યૂ છે.

શશાંત શ્રીવાસ્તવે કહ્યું, ‘ટ્રૂ-વેલ્યૂ પર અમારું ધ્યાન અમારા ગ્રાહકો માટે પૂરી રીતે વિશ્વસનીય અને મુશ્કેલી મુક્ત જૂની કાર ખરીદવા અને વેચવાનો અનુભવ આપે છે. અમારી પહોંચ વધારવા અને એક પારદર્શી પ્રકિરાય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી અમે ટ્રૂ વેલ્યૂ પર ‘વીઈકલ બાઇંગ’ સુવિધા શરૂ કરવાને લઈને ઘણાં જે ઉત્સાહિત છીએ. તેના માધ્યમથી ગ્રાહકો પોતાની કારનું મૂલ્યાંકન પોતાના ઘરે ડિજિટલ રીતે કરી શકે છે.’



દેશના 280 શહેરોમાં મારૂતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂના 570 શોરૂમ છે. કંપનીએ 2019-20માં 4 લાખથી વધુ કારો વેચી. તેના વેચાણમાં 3.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ પ્રાઇસિંગ સિસ્ટમ પારદર્શિતા સુનિશ્ચિત કરશે અને કાર માલિકને તેની કાર માટે તાત્કાલીક પેમેન્ટ મેળવવાની સુવિધા પણ આપશે.

True Value કારોનું મૂલ્યાંકન અને તેને સર્ટિફાઇડ કરવા માટે ઇન્ટેલિજન્સ ડિજિટલ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાથી મળનારી માહિતીથી ગ્રાહકને કાર વિશે સારી રીતે જાણવામાં મદદ મળે છે. True Value દ્વારા સર્ટિફાઇડ કારો 376 ચેક પૉઇન્ટ્સથી થઈને પસાર થાય છે.