શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!

14 માર્ચ 2026 ના નવા સરકારી આદેશ મુજબ, પાઈપવાળો ગેસ વાપરતા ગ્રાહકો માટે LPG બાટલો રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. બંને કનેક્શન ધરાવનારાઓએ તાત્કાલિક પોતાનો ગેસ સિલિન્ડર જમા કરાવવો પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PNG કનેક્શન ધરાવતા ઘરોમાં LPG સિલિન્ડર રાખી શકાશે નહીં.
  • એક જ ઘરમાં બે અલગ ગેસ કનેક્શન રાખવા પર પ્રતિબંધ મૂકાયો.
  • PNG ધરાવતા ગ્રાહકોને LPG સિલિન્ડર રિફિલ નહીં મળે.
  • નિયમ ભંગ કરનાર ગેસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી થશે.

કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ કનેક્શનને લઈને એક બહુ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 14 માર્ચ 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ મુજબ, જો તમારા ઘરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) નું કનેક્શન છે, તો હવે તમે ઘરેલું ગેસનો બાટલો એટલે કે એલપીજી (LPG) સિલિન્ડર રાખી શકશો નહીં. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એક જ ઘરમાં બે અલગ-અલગ ગેસ કનેક્શન નહીં ચાલે. જે ગ્રાહકો પાસે આ બંને કનેક્શન છે, તેમણે પોતાનું LPG કનેક્શન તાત્કાલિક પરત (સરન્ડર) કરવું પડશે. સરકારી તેલ કંપનીઓને પણ આવા ગ્રાહકોને ગેસ રિફીલ ન આપવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ગ્રાહકો માટે નવા નિયમો શું છે?

ભારત સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંતર્ગત નવો સુધારો લાગુ કર્યો છે. રોજબરોજની ભાષામાં કહીએ તો, જે લોકોના ઘરમાં ગેસની પાઇપલાઇન (PNG) આવી ગઈ છે, તેમને હવે નવું LPG કનેક્શન મળશે નહીં અને જો તેમની પાસે પહેલેથી બાટલો હશે તો તે ચાલુ રાખી શકાશે નહીં.

ઘણા લોકો પાઇપલાઇન હોવા છતાં ઈમરજન્સી કે બેકઅપ માટે ગેસનો બાટલો રાખતા હોય છે, પરંતુ હવે એ શક્ય નથી. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવા ગ્રાહકોને કોઈપણ સરકારી તેલ કંપની કે ગેસ એજન્સી દ્વારા ગેસનો બાટલો ભરી આપવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!

ગેસ એજન્સીઓ અને તેલ કંપનીઓને કડક ચેતવણી

આ નવો નિયમ માત્ર ગ્રાહકો માટે જ નથી, પરંતુ ગેસ વિતરકો અને સરકારી તેલ કંપનીઓ માટે પણ એટલો જ કડક છે. સરકારે પોતાના ગેઝેટની 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ' ની યાદીમાં કડક સુધારો કર્યો છે.

આ સુધારા મુજબ ગેસ એજન્સીઓને કડક આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ ગ્રાહક પાસે પહેલેથી જ પીએનજી (PNG) કનેક્શન ચાલુ હોય, તો તેને ઘરેલું એલપીજી (LPG) કનેક્શન આપવું કે તેનો સિલિન્ડર રિફીલ કરી આપવો એ ગેરકાયદેસર ગણાશે. કંપનીઓ માટે આ એક પ્રતિબંધિત પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી છે.

LPGની સમસ્યાને લઈને રાહતના સમાચાર: આગામી ૨-૩ દિવસમાં અછત દૂર થવાની શક્યતા

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં વર્તમાન LPGની સમસ્યા આગામી ૨ થી ૩ દિવસમાં દૂર થઈ જશે. સરકારે ગેસની અછતને પહોંચી વળવા માટે અન્ય દેશો પાસેથી ગેસની સપ્લાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ અંતર્ગત અમેરિકા અને સઉદી અરબ તેમજ આફ્રિકન દેશો પાસેથી ગેસની આયાત વધારવામાં આવી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સપ્લાયની સાથે સ્થાનિક સ્તરે પુરવઠો જાળવી રાખવા માટે ભારતની રિફાઈનરીઓમાં પણ ગેસનું ઉત્પાદન વધારવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Frequently Asked Questions

ઘરમાં PNG કનેક્શન હોય તો LPG સિલિન્ડર રાખી શકાય?

ના, હવે એક જ ઘરમાં PNG અને LPG બંને કનેક્શન રાખી શકાશે નહીં. PNG કનેક્શન હોય તો LPG સિલિન્ડર સરન્ડર કરવો પડશે.

નવા નિયમો કઈ તારીખથી લાગુ પડશે?

આ નવા નિયમો 14 માર્ચ 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ મુજબ લાગુ પડશે.

PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોને LPG રિફીલ મળશે?

ના, સરકારી તેલ કંપનીઓ અને ગેસ એજન્સીઓને PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોને LPG સિલિન્ડર રિફીલ ન આપવાની કડક સૂચના આપવામાં આવી છે.

શું ગેસ એજન્સીઓ PNG કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG સિલિન્ડર આપી શકે?

ના, જો ગ્રાહક પાસે PNG કનેક્શન ચાલુ હોય તો તેને LPG કનેક્શન આપવું કે સિલિન્ડર રિફીલ કરી આપવું એ ગેસ એજન્સીઓ માટે ગેરકાયદેસર ગણાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: 3 ને બદલે 5 સભ્યોના ફોર્મ્યુલા પર વિચાર, જાણો કેટલો વધશે તમારો પગાર
8th Pay Commission: 3 ને બદલે 5 સભ્યોના ફોર્મ્યુલા પર વિચાર, જાણો કેટલો વધશે તમારો પગાર
India Debt: શું ભારત પણ લોન લે છે, જાણો આપણા દેશ પર કેટલું છે દેવું?
India Debt: શું ભારત પણ લોન લે છે, જાણો આપણા દેશ પર કેટલું છે દેવું?
વર્ષ 2026 માં કૉપરની કિંમત ફરી બનાવશે નવો રેકોર્ડ? મધ્ય પૂર્વના તણાવને કારણે ભાવ હાલમાં અસ્થિર 
વર્ષ 2026 માં કૉપરની કિંમત ફરી બનાવશે નવો રેકોર્ડ? મધ્ય પૂર્વના તણાવને કારણે ભાવ હાલમાં અસ્થિર 
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Advertisement

વિડિઓઝ

Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Mukul Wasnik: ચૂંટણી પરિણામ ચોંકાવનારા આવશેઃ કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર
Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત હવાલાકાંડ: ‘પનીરનો વેપારી’ બની AAP નેતા મોકલતો લાખો રૂપિયા, આંગડીયા પેઢીનો મોટો ખુલાસો
સુરત હવાલાકાંડ: ‘પનીરનો વેપારી’ બની AAP નેતા મોકલતો લાખો રૂપિયા, આંગડીયા પેઢીનો મોટો ખુલાસો
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
ડૉનાલ્ડ ટ્રમ્પની કેનેડાને મોટી ધમકી- 'ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો 100 ટકા ટેરિફ લગાવીશ'
ડૉનાલ્ડ ટ્રમ્પની કેનેડાને મોટી ધમકી- 'ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો 100 ટકા ટેરિફ લગાવીશ'
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Japan Earthquake:  જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Japan Earthquake:  જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Embed widget