CNG PNG Price Hike: આગામી દિવસોમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ફરી વધારો થવાની ધારણા છે. જે પછી ઘરે રસોઈ બનાવવાથી લઈને વાહનોમાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે. હકીકતમાં, જાહેર ક્ષેત્રની કંપની ગેલ દ્વારા શહેરની ગેસ કંપનીઓને સપ્લાય કરવામાં આવતા ગેસમાં માસિક સમીક્ષા બાદ 18 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


એક વર્ષમાં ભાવ વધ્યા


GAIL દ્વારા શહેરની ગેસ કંપનીઓને પૂરા પાડવામાં આવતા કુદરતી ગેસની કિંમત 1 ઓગસ્ટ, 2022 થી 18 ટકા વધારીને પ્રતિ યુનિટ $10.5 કરવામાં આવી છે. આ વર્ષે માર્ચના અંતની સરખામણીમાં સાડા ત્રણ ગણો અને ગયા વર્ષે ઓગસ્ટ 2021ની સરખામણીમાં 6 ગણો વધારો કરવામાં આવ્યો છે.


સિટી ગેસ કંપનીઓ ભાવ વધારી શકે છે


તમને જણાવી દઈએ કે ગેઈલ સિટી ગેસ કંપનીઓને સ્થાનિક અને આયાતી એલએનજીનું મિશ્રણ કરીને મિશ્રિત ગેસ સપ્લાય કરે છે. માનવામાં આવી રહ્યું છે કે ગેઇલ દ્વારા ગેસના ભાવમાં વધારા બાદ શહેરની ગેસ કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. લખનૌમાં, ગ્રીન ગેસ લિમિટેડે આ જ રીતે સીએનજીની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂ. 5.3 વધારીને રૂ. 96.10 પ્રતિ કિલો કરી દીધી છે.


સીએનજી 74 ટકા મોંઘો!


અગાઉ સસ્તા ઘરેલુ કુદરતી ગેસના કારણે મોંઘા પેટ્રોલ ડીઝલની સરખામણીમાં સીએનજી પીએનજીની કિંમત જાળવી રાખવામાં સફળ રહી હતી. પરંતુ ગેસના વધતા ભાવે લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. છેલ્લા એક વર્ષમાં CNG દિલ્હીમાં 74 ટકા અને મુંબઈમાં 62 ટકા મોંઘું થયું છે. ગયા વર્ષે કુદરતી ગેસની કિંમત પ્રતિ યુનિટ $1.79 હતી, જે એપ્રિલમાં વધીને $6.1 પ્રતિ યુનિટ અને ઓગસ્ટમાં $10.5 પ્રતિ યુનિટ થઈ ગઈ છે.


ગુજરાતમાં ભાવ વધારો ઝીંકાયો


ગુજરાતમાં CNGના ભાવમાં રૂ. 1.99નો વધારો ઝીંકાયો છે.  અદાણી ગેસ દ્વારા CNGનો નવો ભાવ આજથી લાગુ કરાયો છે. CNGનો જૂનો ભાવ રૂ. 83.90 પ્રતિ કિલો હતો. આજથી રૂ. 85.89 પ્રતિ કિલો CNGનો ભાવ લાગુ થયો છે.