CNG Price Hikes: સીએનજીના ભાવમાં ફરી વધારો થયો છે. પ્રતિ કિલોએ 1.31નો વધારો થતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સીએનજીનો બાવ 83.90 રૂપિયા થયો છે. 2022માં સીએનજીના ભાવમાં આઠ વખત વધારો થયો છે. ચાલુ વર્ષે સીએનજીના ભાવમાં 17 રૂપિયા વધારો થતાં હવે સીએનજી અને ડીઝલ વચ્ચે માત્ર 8.25 રૂપિયાનો તફાવત રહ્યો છે. સીએનજીના ભાવ વધતાં રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે.


આધાર કાર્ડને કારણે યુવતીનું ફરી પરિવાર સાથે થયું મિલન, પીએમ મોદીને જણાવી સમગ્ર વાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના ગાંધીનગરમાં 'ડિજિટલ ઈન્ડિયા વીક 2022'ના લોન્ચિંગ વખતે બે વર્ષ પછી એક યુવતીની પરિવાર સાથેના મિલનની ભાવનાત્મક કહાની શેર કરી.


ડીજીટલ ઈન્ડિયા વીક ઈવેન્ટમાં એક યુવતીએ વડાપ્રધાન મોદીને પોતે કઈ રીતે ખોવાઈ ગઈ હતી અને કઈ રીતે પરત મળી ગઈ હતી તેની વાત કરી હતી. યુવતીએ વડાપ્રધાન મોદીને જણાવ્યું કે આધાર કાર્ડના કારણે તે કેવી રીતે ફરીથી તેના પરિવારમાં પાછી આવી શકી. યુવતીએ વડાપ્રધાનને કહ્યું કે જ્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારે તેની માતા તેને લઈ ગઈ હતી. તેણીને લઈ જતી હતી ત્યારે રસ્તામાં તેની માતા સાથેનો તેનો હાથ છૂટી ગયો હતો.


યુવતીએ કહ્યું કે, તેની માતાથી અલગ થઈ ગયા બાદ એક વ્યક્તિ તેને 2-3 દિવસ માટે પોતાના ઘરે રાખી હતી. બાદમાં એ વ્યક્તિએ તેને સીતાપુરની સંસ્થામાં મૂકી દીધી હતી. યુવતીએ વડાપ્રધાનને કહ્યું કે, તે અહીં બે વર્ષ રહી હતી. બાદમાં સંસ્થા બંધ થવાની હોવાથી જેમની પાસે પોતાના ઘર હતા તે યુવતીઓ પોતાના ઘરે ચાલી ગઈ હતી. આવી સ્થિતિમાં યુવતી પાસે ઘર ન હોવાથી તે લખનૌની સંસ્થામાં ગઈ હતી.


યુવતીએ વડાપ્રધાનને વધુમાં જણાવ્યું કે જે સંસ્થામાં તે યુવતી ગઈ હતી ત્યાં આધાર કાર્ડ બનાવનારા લોકો આવ્યા હતા. જ્યારે તેઓએ તેણીનું આધાર કાર્ડ બનાવ્યું અને તેના ફિંગરપ્રિન્ટ લીધા તો જાણવા મળ્યું કે યુવતીનું આધાર કાર્ડ પહેલેથી જ બનેલું છે. ત્યારપછી યુવતીના પરિવારજનોને આધાર દ્વારા ટ્રેસ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ બાળકીની આ આખી વાત ધ્યાનથી સાંભળી અને બાદમાં તેને આશીર્વાદ આપ્યા હતા.