મુંબઇઃ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ આજે 2919 અંકના ઘટાડા સાથે 32778 પર બંધ રહ્યો હતો. જે 52 સપ્તાહમાં સૌથી નીચલા સ્તર પર છે. જ્યારે નિફ્ટી પણ 825 પોઇન્ટના ઘટાડા સાથે 9633ના સ્તર પર બંધ રહ્યો હતો.

નોંધનીય છે કે ડબલ્યૂએચઓના વડાએ કહ્યુ હતું કે, કોરોના વાયરસને વૈશ્વિક મહામારી માનવામાં આવી શકે છે. ત્યારબાદ દુનિયાભરમાં શેરબજારમાં પણ મહામારી ફેલાઇ ગઇ હતી. ભારતીય શેરબજારમાં થયેલા ઘટાડાના કારણે રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

બજારમાં આવેલા ભારે ઘટાડાને કારણે એનએસઈમાં 783 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા છે. એક વર્ષના નીચલા સ્તર પર જનારી કંપનીઓમાં રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, બજાજ ઓટો, એચપીસીએલ, આઈટીસી, એલએન્ડટી અને સ્પાઈસજેટનું નામ સામેલ છે