Cryptocurrency News: શુક્રવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટ 4 ટકાથી વધુ ઘટ્યું છે. સવારે 9.50 વાગ્યા સુધીમાં, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.35% ઘટીને $1.83 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. Bitcoin, Ethereum, Shiba Inu અને Terra Luna માં પણ ઘટાડો જોવા મળ્યો છે.

Coinmarketcap ના ડેટા અનુસાર, શુક્રવારે આ સમાચાર લખાયાના સમયે, Bitcoin 4.77% ઘટીને $41,330.53 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereum ની કિંમત છેલ્લા 24 કલાકમાં 6.19% ઘટીને $2,723.20 હતી. બિટકોઈન પ્રભુત્વ આજે 43% છે. ઇથેરિયમનું માર્કેટ વર્ચસ્વ વધીને 17.9% થયું છે.

ક્યા કોઈનમાં કેટલો ઘટાડો

- સોલાના (Solana - SOL) - કિંમત: $91.29, ડાઉન: 7.68%

- કાર્ડાનો (Cardano - ADA) - કિંમત: $0.8703, ડાઉન: 5.73%

- એવલોન્ચ (Avalanche) - કિંમત: $77.44, ઘટાડો: 5.39%

- એક્સઆરપી (XRP) - કિંમત: $0.7358, ડાઉન: 5.33%

- ડોજેકોઈન Dogecoin (DOGE) - કિંમત: $0.1258, ડાઉન: 5.00%

- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002454, ઘટાડો: 4.82%

- બીએનબી (BNB) - કિંમત: $392.88, ડાઉન: 3.20%

- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $92.53, ડાઉન: 0.67%

સૌથી વધુ ઉછાળો આ કોઈનમાં આવ્યો

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ત્રણ કોઈનમાં ઉછાળો આવ્યો છે. જેમાં સ્ટાર વોર્સ કેટ (Star Wars Cat – SWCAT), ASIX ટોકન (ASIX Token – ASIX) અને પગી પપ્સ ક્લબ (Pudgy Pups Club – PUPS) નો સમાવેશ થાય છે.

સ્ટાર વોર્સ કેટ Star Wars Cat (SWCAT)માં 3684.38%, ASIX ટોકન ASIX Token (ASIX)માં 495.78% અને Pudgy Pups Club (PUPS)માં 366.95%નો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચોઃ

શેરબજારમાં કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સ 450 પોઈન્ટ ઘટીને 55,000ની નીચે સરક્યો, નિફ્ટી 16400ની નીચે