ક્રિપ્ટોકરન્સી સમાચાર: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સતત વૃદ્ધિ ચાલુ છે. આજે, સોમવાર, સવારે 9:40 વાગ્યા સુધીમાં, ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ ફરી એકવાર 4.72%ના ઉછાળા સાથે $2.12 ટ્રિલિયનના આંકડા પર પહોંચી ગયું છે. મોટા ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો, બિટકોઈન અને ઈથેરિયમ બંનેમાં 5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બાકીની ટોચની 10 કરન્સીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. Galatic Kitty Fighters (GKF) નામના કોઈનમાં 2347.41%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.


Coinmarketcap ના ડેટા અનુસાર, મંગળવારે સમાચાર લખવાના સમયે, Bitcoin 5.13% વધીને $47,002.98 પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા 7 દિવસની વાત કરીએ તો તેમાં 15.05%નો ઉછાળો આવ્યો છે. બીજા સૌથી મોટા કોઈનની વાત કરીએ તો Ethereum (Ethereum Price Today) છેલ્લા 24 કલાકમાં 5.29% વધીને $3,311.37 પર પહોંચી ગયો છે. આ ક્રિપ્ટોમાં છેલ્લા 7 દિવસમાં 16.36%નો વધારો જોવા મળ્યો છે. Bitcoinનું માર્કેટ વર્ચસ્વ વધીને 42.2% થયું છે, જ્યારે Ethereumનું વર્ચસ્વ વધીને 18.8% થયું છે.


ક્યા ક્રિપ્ટોમાં કેટલો ઉછાળો-ઘટાડો


- પોલ્કાડોટ (Polkadot) - કિંમત: $22.84, બાઉન્સ: 8.62%


- એવલોન્ચ (Avalanche) - કિંમત: $91.77, બાઉન્સ: 6.83%


- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002639, બાઉન્સ: 6.63%


- ડોજેકોઈન (Dogecoin - DOGE) - કિંમત: $0.149, બાઉન્સ: 4.61%


- સોલાના (Solana – SOL) - કિંમત: $106.47, બાઉન્સ: 4.50%


- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $95.01, બાઉન્સ: 4.25%


- એક્સઆરપી (XRP) - કિંમત: $0.8701, બાઉન્સ: 4.08%


- બીએનબી (BNB) - કિંમત: $431.28, બાઉન્સ: 3.54%


- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $1.17, બાઉન્સ: 2.69%


સૌથી વધુ આ ક્રિપ્ટોમાં ઉછાળો આવ્યો


સવારે 9:50 વાગ્યા સુધી (છેલ્લા 24 કલાકમાં) સૌથી વધુ જે ક્રિપ્ટોમાં ઉછાળો આવ્યો છે તેમાં ગેલેટિક કિટ્ટી ફાઇટર્સ (GKF), DigixDAO (DGD), અને Cult DAO (CULT)નો સમાવેશ થાય છે. Galatic Kitty Fighters (GKF) નામના ક્રિપ્ટોમાં 2347.41%નો જબરદસ્ત વધારો થયો છે. DigixDAO (DGD) 260.42 ટકા ઉછળ્યો છે જ્યારે Cult DAO (CULT) એ 251.90% નો વધારો નોંધાવ્યો છે.