Financial Deadlines End in September: હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મહિના દરમિયાન ઘણા નાણાકીય કાર્યો માટે સમયમર્યાદા છે, જે તમારે પૂર્ણ કરવી જોઈએ. જો તમે આ કામ નહી કરો તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. અહીં 30 સપ્ટેમ્બર 2023 ના રોજ થનારા 5 ફેરફારો વિશેની માહિતી છે.
Aadhaar જમા કરાવવું
જો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બેંક ખાતા ધારકો તેમના આધાર સબમિટ નહીં કરાવે તો 1 ઓક્ટોબર, 2023 ના રોજ આવા ગ્રાહકોના ખાતા સસ્પેન્ડ કરવામાં આવશે. નાની બચત યોજનાઓ હેઠળ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આધાર પૂરો પાડવો જરૂરી છે. જો આધાર નહીં અપાય તો જમા, ઉપાડ અને વ્યાજની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
SBI સ્પેશિયલ FD
વરિષ્ઠ નાગરિકો માટે SBIની WeCare સ્પેશિયલ FDમાં રોકાણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. આ સ્કીમ માટે માત્ર વરિષ્ઠ નાગરિકો જ પાત્ર છે, જે ઉચ્ચ FD વ્યાજ દર ઓફર કરે છે. SBI WeCare 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
IDBI અમૃત મહોત્સવ FD
375 દિવસની અમૃત મહોત્સવ FD યોજના હેઠળ, બેંક જનરલ, NRE અને NRO પર 7.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા ઓફર કરે છે. આ યોજના હેઠળ બેંક સામાન્ય નાગરિકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 444 દિવસ માટે 7.65 ટકા વ્યાજ આપે છે.
ડીમેટ, એમએફ નોમિનેશન
સેબીએ ટ્રેડિંગ અને ડીમેટ ખાતાધારકો માટે નામાંકન કરવા અથવા બહાર નીકળવાનો સમય લંબાવ્યો છે. સુધારેલી અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે.
2,000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ
ભારતીય રિઝર્વ બેંક દ્વારા થાપણદારોને 2000 રૂપિયાની નોટો જમા કરવા અથવા બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. બેંક નોટો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બદલી અથવા જમા કરાવવાની રહેશે.