IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
DGCA Fines IndiGo: ડિસેમ્બરમાં હજારો મુસાફરો રઝળ્યા હતા; નિયમોના ભંગ બદલ એવિએશન રેગ્યુલેટરે શનિવારે કરી મોટી કાર્યવાહી, એરલાઇન્સમાં ફફડાટ.

DGCA Fines IndiGo: દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo) માટે શનિવારનો દિવસ ભારે સાબિત થયો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કડક વલણ અપનાવતા એરલાઇન પર ₹22.2 Crore નો જંગી દંડ ફટકાર્યો છે. ગત મહિને એરલાઇનની 'ઓપરેશનલ નિષ્ફળતા' અને હજારો ફ્લાઇટ્સ રદ (Flight Cancellations) થવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ દંડ પાછળનું મુખ્ય કારણ ડિસેમ્બર મહિનામાં સર્જાયેલી અંધાધૂંધી છે. ઇન્ડિગો એરલાઇન્સે ગયા વર્ષે 2 December થી 10 December ના ટૂંકા ગાળામાં જ 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. આ ઉપરાંત, સેંકડો ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિલંબ (Flight Delays) થયો હતો, જેના કારણે દેશભરમાં લાખો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
DGCA એ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે એરલાઇનની આ નિષ્ફળતાને કારણે મુસાફરોને વ્યાપક અસુવિધા થઈ હતી. દંડની ગણતરી જોઈએ તો, DGCA એ 68 દિવસ માટે દરરોજ ₹3,00,000 નો દંડ અને સાથે ₹1,80,000 નો અલગ દંડ લાદ્યો છે. આમ કુલ મળીને દંડની રકમ ₹22.2 Crore થાય છે.
આ સમગ્ર મામલાના મૂળમાં નવા 'ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન' (FDTL) ના નિયમો છે. હાઈકોર્ટના આદેશ બાદ ઘડવામાં આવેલા આ નિયમો પાયલોટ અને ક્રૂ મેમ્બર્સના કામના કલાકો અને આરામ અંગેના છે. ઇન્ડિગો આ નવી વ્યવસ્થા ગોઠવવામાં અને પૂરતો સ્ટાફ મેનેજ કરવામાં નિષ્ફળ રહી હતી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે નવા 22 માર્ગદર્શિકાઓમાંથી 15 નિયમો 1 July, 2025 થી અને બાકીના 7 નિયમો 1 November, 2025 થી લાગુ કરાયા હતા. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરોની સુરક્ષા (Safety) સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
ઇન્ડિગો આ નવી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. જેના પરિણામે ડિસેમ્બરમાં DGCA એ કડક પગલાં લેતા ઇન્ડિગોને તેની કુલ ફ્લાઇટ્સમાં 10% ઘટાડો કરવાનો આદેશ આપવો પડ્યો હતો, જેથી શેડ્યુલ ખોરવાઈ ગયું હતું અને મુસાફરો રઝળી પડ્યા હતા.
નિયમોના ભંગ બદલ DGCA એ માત્ર દંડ જ નથી કર્યો પરંતુ ઇન્ડિગોના ટોચના અધિકારીઓનો ઉધડો પણ લીધો છે. ઇન્ડિગોના CEO પીટર આલ્બર્સ અને COO ઇસિદ્રે પોર્કેરાસને કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારવામાં આવી છે. DGCA એ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ એરલાઇનના અસરકારક સંચાલન અને મુસાફરોની સુવિધા સાચવવામાં નિષ્ફળ ગયા છે.






















